અચાનક ખાડામાં પલટી મારી ગઈ કાર, માંડ-માંડ બચ્યો જીવ

    0
    15

    ભરૂચની શ્રવણ ચોકડી પાસે કાર પલટી જવાની ઘટના બની છે. સર્વિસ રોડની કામગીરી ચાલુ છે ત્યારે એક કાર અચાનક જ રસ્તા પરથી નીચે ઉતરીને ખાડામાં પલટી મારી ગઈ હતી. કાર પલટી જવાની ઘટનાને પગલે આસપાસના લોકો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઝ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે ભરૂચમાં છેલ્લા ઘણા વખતથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થતી રહે છે. ત્યારે આજે એક કાર સર્વિસ રોડ માટે ખોદાયેલા ખાડામાં ખાબકી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સર્વિસ રોડની કામગીરી ઘણા સમયથી ચાલી રહી હોવાથી આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here