અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) ની આગામી મુવી હાઉસફુલ 5 (Housefull 5) નું પ્રમોશન શરૂ છે. પુણેના એક મોલમાં ભીડને કાબુમાં રહી ન હતી જેમાં અભિનેતા અક્ષય કુમારને દરમિયાનગીરી કરવી પડી હતી. અક્ષય કુમાર તેની ટિમ સાથે હાઉસફુલ 5 ના પ્રમોશનમાં સ્ટારકાસ્ટની હાજર હતો. સ્ટાર્સની એક ઝલક જોવા માટે ભીડ ઉમટી પડી હતી ત્યારે મહિલાઓ અને બાળકો વિડીયોમાં રડતા જોઈ શકાય છે.
અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ 5 ના પ્રમોશન દરમિયાન થયેલી ઝપાઝપીમાં, એક બાળકી તેના માતાપિતાથી અલગ થઈ ગયા અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ તેને શાંત કરવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે. મોલમાં ભીડ વધુ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા એક વ્યક્તિને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અક્ષય કુમાર અને અભિનેતા નાના પાટેકર બંનેએ ભીડને શાંત થવા અને અન્ય લોકોને ધક્કો ન મારવા માટે વિનંતી કરી હતી. અક્ષયે માઈક્રોફોન હાથમાં લીધો અને હાથ જોડીને કહ્યું, “આપ લોગ કો યહાં સે જાના પડેગા. આપ ધક્કા ધુક્કી મત કરીયે. હાથ જોડ કે વિનંતિ કરતા હૂં, યહા ઔરતેં હૈ, બચે હૈ (તમારે જવું પડશે. ધક્કો મારવો નહીં) અને હું દરેકને હાથ જોડીને વિનંતી કરું છું. અક્ષય, નાના અને જેકલીન ઉપરાંત, સોનમ બાજવા, નરગીસ ફખરી, સૌંદર્ય શર્મા અને ફરદીન ખાન પણ આ કાર્યક્રમમાં હાજર હતા.
પ્રમોશન દરમિયાન ભીડ એકઠી થઈ ગઈ હોવાથી અન્ય કલાકારો પણ ખૂબ જ તંગ દેખાતા હતા, અને પાછળ બેઠેલા લોકો સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે ધસી રહ્યા હતા. ભીડમાં ફસાયેલા ઘણા બાળકો અને મહિલાઓ રડતા જોવા મળ્યા કારણ કે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
આમિર ખાનની છેલ્લી મહાભારત હશે? લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?
પરિસ્થિતિ કાબુમાં આવ્યા પછી, ટીમે કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો. કેટલાક વીડિયોમાં, અક્ષય કુમાર એક ચાહક અને કલાકારો સાથે વાંસળી વગાડતો જોવા મળ્યો, જેના કારણે ભીડ તેનાથી ઉત્સાહિત થઈ ગઈ. સોશિયલ મીડિયા પર ચાહકોએ એક મહિલા રડતી જોવા મળતા વીડિયો પર જોરદાર પ્રતિક્રિયા આપી હતી. તેમાંથી એકે લખ્યું, “મને ખાતરી છે કે આન્ટી રડી રહી હતી કારણ કે તે તે ક્લોસ્ટ્રોફોબિક પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી.” બીજા યુઝરે કમેન્ટકરી, “ઐસા હી ક્રેઝ અગર લોગ હમારે સૈનિકો કે લિયે દિખાતે ટ્રેન મેં બસ મેં યા કહીં ભી તો કિતના અચ્છા હોતા. યે બોલીવુડ કે લિયે પાગલ હોને સે ક્યા મિલેગા? ઉન્હે તો દેશ કે લિયે ભી કોઈ ફિકર નહીં.”
પુણેના કાર્યક્રમમાં અક્ષય કુમાર અને નાના પાટેકર સાથે નરગીસ ફખરી, જેક્લીન ફર્નાન્ડીઝ , સોનમ બાજવા, સૌંદર્યા શર્મા, ફરદીન ખાન, શ્રેયસ તલપડે અને જોની લીવર પણ હાજર રહ્યા હતા . હાઉસફુલ 5 માં કુલ 19 કલાકારો છે. આ ફિલ્મનું નિર્દેશન તરુણ મનસુખાની દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે. તે 6 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
[ad_1]
Source link