અંબાજી, સોમનાથ, દ્વારકામાં મુકાયું કાપડની થેલીનું ATM

HomeAmbajiઅંબાજી, સોમનાથ, દ્વારકામાં મુકાયું કાપડની થેલીનું ATM

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ગુજરાતની આ શાળાએ રાષ્ટ્રીય કક્ષાએ મેળવી નામના, IIT ગૌહાટીમાં શાળાના પ્રોજેક્ટને મળ્યું પ્રથમ સ્થાન | Amreli’s Khajuri Primary School project wins first rank in...

Khajuri Primary School, Amreli : IIT ગૌહાટી ખાતે આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ-2024માં ખજૂરી પ્રાથમિક શાળાના પ્રોજેકટને સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં દેશભરમાં પ્રથમ...


અંબાજી: 5 રૂપિયાનો સિક્કો નાખો અથવા તો QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરો તો કાપડની થેલી નીકળે. અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર તથા ઇસ્કોન મંદિર પર 14 મશીન મુકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. ભાવિકો તરફથી આ પહેલ અંગે સારો પ્રદિસાદ મળી રહ્યો છે અને 60 દિવસમાં પાંચ હજારથી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિની અનોખી પહેલ બે મહિનામાં 9500થી વધુ બોટલનું રિસાઇક્લિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. આ સાથે સાત મુખ્ય એસ.ટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. આ પહેલને વધુ આગળ લઇ જવા માટે આગામી એક મહિનામાં અમુલ પાર્લરના 250 આઉટલેટ પર આ પ્રકારના મશીન મુકવામાં આવશે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon