- બાળકોએ તેમની માતા સાથે સ્ટેજ પર અભિનય કર્યો
- ભૂલકાંઓના પદવીદાન સમારોહનું પણ આયોજન કરાયું
- સ્વામીનારાયણ ગુરુકુળ પબ્લિક સ્કૂલમાં બાળકોએ તેમની માતા સાથે અભિનય કર્યો
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર શહેર ખાતે આવેલી તેમજ ભારતીય સંસ્કૃતિના વર્ષ દરમિયાન આવતા તમામ પર્વની ઉજવણી કરતી એક માત્ર શાળા એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ, એ વિધ્યામંદિરના નાના – નાના ભુલકાઓ દ્વારા શાનદાર માતૃ – પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ બાળકોનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના વડા અને સૌના આદર્શ સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્ર્રીજી મહારાજ, ટ્રસ્ટી શાસ્ત્ર્રી જયસ્વરુપદાસજી, ટ્રસ્ટી શ્રીકિશોરભાઈ પાનસુરીયા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. નાનું બાળક બાળપણથી જ માતા પિતાનું મહત્વ સમજે અને યુવાનીમાં ભગવાનની જેમ સેવા કરે એ જ માનવ જીવનની સાચી સફ્ળતા છે.
કાર્યક્રમ અંતર્ગત બાળકોએ માતા-પિતા સાથે અભિનય કરી માતા પિતાને પોતાનું બાળપણ યાદ અપાવી મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીગણને પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. વર્ષ દરમિયાન શાળાની શૈક્ષણિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેનારા ભુલકાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના હિતચિંતક અને ઉત્સાહી આચાર્યાશ્રી અમિતાબેન, હેમલતાબેન, અલ્કાબેન તેમજ સંસ્થાના હાથ પગ સમાન શિક્ષક મિત્રોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા દિલથી જહેમત ઉઠાવી હતી.