- એક વર્ષ થી બંધ બ્રિજ આગામી સમયમાં શરૂ થઇ જશે
- બાકી રહેલી રેલિંગ તેમજ ડામરવર્ક ની કામગીરી અંતિમ તબક્કામાં
- અંકલેશ્વરમાં ONGC બ્રિજ પર ડામર કામ થતું નજરે પડે છે.
અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઇ ગયો છે. આગામી 4 દિવસ માં બ્રિજ શરૂ કરવાહાલ સાઈડ ડિવાઈડર અને ફૂટ બ્રીજની રેલીગતેમજ ફઇનલ ડામરવર્ક કામગીરી આપવામાં આખરી ઓપ આપી રહ્યા છે. ઓ એન જી સી બ્રિજ શરૂ થતા લોકો 2 કિ મી નો ફેરવો બચશે.
અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવર બ્રિજ નવા વાંધા પહેરી હવે સજ્જ બન્યું છે. છેલ્લા એક વર્ષ થી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઇ બંધ કરવામાં આવ્યો હતો. જેને લઇ આમ જનતાને રોજના 2 થી અઢી કિમીનો ફેરવો ફ્રવો પડતો હતો. જેને લઇ લોકો ગડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફ્કિનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ્ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પીરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડમારી વેઠવી પડતી હતી. આ ઉપરાંત અંકલેશ્વરમાં ત્રણ રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટા નાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી.