ભરૂચ: તમે ક્યારેય જોયું છે કે, વરસતા વરસાદમાં કોઈ રોડ બનતો હોય? ભરૂચના અંકલેશ્વરમાં મોડી રાતે વરસતા વરસાદમાં રોડની કામગીરી કરવામાં આવી રહી હતી. આ અંગે કોંગ્રેસના નેતાએ જ્યારે કોન્ટ્રાક્ટરને સવાલ પૂછ્યા ત્યારે તે ઉભી પૂંછડીએ ભાગ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
અંકલેશ્વરમાં મોડી રાત્રે ચાલુ વરસાદમાં રોડની કામગીરી કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. આ અંગેના વાયરલ વીડિયોમાં વરસતા વરસાદમાં કારીગરો કામ કરતા દેખાય છે. આ સાથે ડામર નાંખ્યા પછી સરફેસીંગ કરતા રોલર પણ ત્યાં આવી ગયા હતા.
આ કામગીરી દરમિયાન કોંગ્રેસના યુવા નેતા સોએબ ઝગડીયાવાલા કામગીરી અંગે જગ્યા પર જઈને સવાલ પૂછ્યા હતા. જેનો જવાબ આપવાને બદલે આ કામ કરાવતા કોન્ટ્રાક્ટર જગ્યા છોડીને ભાગી જતો હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ કામગીરીને જોતા સ્થાનિક કોંગ્રેસ અગ્રણી, સાયેબ ઝઘડિયાવાલાએ ફોન પર તંત્રના લાગતા વળગતા સાથે પણ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “આ વરસતા વરસાદમાં તમે અહીં જે પેચ વર્ક કરવા માટે આવ્યા છો તે ટકશે ખરો? વરસાદ ભલે પછી આવ્યો પરંતુ વરસતા વરસાદમાં કામ તો ચાલુ જ છે ને.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર