- છાત્રોને ગણિત-વિજ્ઞાન-અંગ્રેજીનું નિઃશુલ્ક જ્ઞાન મળશે
- રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ લોકોને નિઃશુલ્ક ભોજન અપાય છે
- અંદાડામાં સાંઈ ટ્રસ્ટ દ્વારા વિદ્યા વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું.
અંકલેશ્વરમાં સામાજિક ઉત્કર્ષ ક્ષેત્રે યોગદાન આપનાર જે સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંદાડા ખાતે જરૂરિયાતમંદ બાળકો માટે નિઃશુલ્ક વિદ્યા વિકાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરમાં પ્રતિ ગુરૂવારના રોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ લોકોને નિઃશુલ્ક ભોજન ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ નિઃશુલ્ક નોટબુક ગણવેશનું વિતરણ કરનાર સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક આયામ ઉભો કર્યો હતો.
અંદાડા ખાતે આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે મળી રહે તે માટે જે સાંઈ વિદ્યા વિકાસ કેન્દ્ર શૈક્ષણિક સંકુલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનુ લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્ર્રીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ભાજપના આગેવાન મગન માસ્ટર, ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાજુભાઈ રાવત, અંદાડાના સરપંચ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.