- નેત્રંગ પોલીસે બે ટીમ બનાવી રાત્રીએ ઑપરેશન પાર પાડયું
- મોબાઇલ સહિત બે શખસને પકડી જેલભેગા કર્યા,એક વોન્ટેડ
- કુલ રૂ.10,85,000 મુદ્દામાલ કબ્જે કયૉ હતો
નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ અને પો.કમીઁને અંકલેશ્વરથી એક ટાટા કંપનીની ટ્રક નંબર.31.ટી.2573 માં 15 જેટલી ગાય કતલખાને લઈ જવાની બાતમી મળતા પુરતા બે અલગ-અલગ ટીમો બનાવી નેત્રંગ તા.સેવાસદન પાસે વાહનચેકીંગની કામગીરી હાથ ધરી હતી.જે દરમ્યાન ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં 15 ગાયો જેની કિંમત 75,000,એક ટાટા કપનીની ટ્રક જેની કિંમત 10,00,000,મોબાઇલ નંગ-2 જેની કિંમત 10,000 મળીને કુલ રૂ.10,85,000 મુદ્દામાલ કબ્જે કયૉ હતો.જ્યારે સુભાનખાન છંછર રહે.પાટણ અને લક્ષ્મણરામ ખેત્તારામજી રહે.બાડમેરને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા,અને જાવેદખાન પઠાણ રહે.સેલંબા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કયૉ હતો.
ઉલ્લેખનીય છે કે,ભરૂચ-નર્મદા અને સુરત સહિત દ.ગુજરાતમાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓને આસાનીથી અંજામ આપવા નેત્રંગને એપીસેન્ટર ગણવામાં આવે છે.તેવા સંજોગામાં નેત્રંગ તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવા માટે પોલીસે પેટ્રોલીંગ વધારવું જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.