- પ્રતાપપુરા ખાતે તાલુકા કક્ષાનો ઉત્સવ ઉજવાયો
- વિવિધ સરકારી કચેરીઓમાં પણ અધિકારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું
- તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ધ્વજ ફરકાવામાં આવ્યો હતો
હાલોલ તાલુકા કક્ષાનો 78 સ્વાતંત્રતા પર્વની ઉજવણી હાલોલ તાલુકાના પ્રતાપપુરા ખાતે મામલતદાર પી.બી.ગોહિલ ની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ઉપસ્થિતી માં યોજાયો હતો.
આ પ્રસંગે તાલુકાના સરકારી કર્મચારીઓ તેમજ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર કચેરી ખાતે હાલોલ મામલતદાર પી,બી. ગોહિલએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ધ્વજ ફરકાવામાં આવ્યો હતો. જયારે હાલોલ નગર પાલીકા ખાતે પાલીકા કર્મચારી પંકજભાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.
જાંબુઘોડામાં 78મા સ્વતંત્ર પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી
જાંબુઘોડા : જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે યુવા સરપંચ જીતકુમાર દેસાઈ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રમુખ લાલસીગ ભાઇ બારીયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, રામપુરા મોડેલ સ્કૂલ, સહિત તાલુકા ની તમામ પ્રાથમિક શાળાઓ સહિત વિવિધ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જાંબુઘોડા તાલુકા કુમાર શાળા ખાતે પરેડ યોજાઈહતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ, જાંબુઘોડા મામલતદાર વાય.સી. સોલંકી, તાલુકા વિકાસ અધિકારી ડી.જી. લીંબાસીયા ઉપસ્થિત રહ્યા હતા.