- પ.પૂ.ગો. દ્વારકેશલાલજી મહારાજે ભાગવતજી મહાત્મ્ય સમજાવ્યું
- ભાઈઓ ધોતી બંડી ઝભ્ભો લેંગો તેમજ બહેનો કેશરી સાડીમાં માં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાયા હતા
- શાસ્ત્ર્રોક્ત વિધિવત રીતે દીપ પ્રગટ તેમજ ભાગવત સ્મરણ કરી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરવામાં આવ્યો
હાલોલમાં એમ. એસ. હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ખાતે આજથી બપોરે 4 થી સાંજે 7 વાગ્યા સુધી શ્રીમદ્દ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ (ભાગવત સપ્તાહ)આરંભ થતા વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ સાથે સપ્તાહના પ્રથમ દિવસ પ.પૂ.ગો. દ્વારકેશલાલજી મહારાજ વ્યાસપીઠ પર બિરાજમાન થઇ શ્રીમદ્દ ભાગવતજી માહત્મ્ય સમજાવ્યું હતું.
હાલોલ જવાહર નગરમાં રહેતા કોકિલાબેન તેમજ બટુકભાઈ શાહ પરીવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (ચંપારણ્ય, કાંદીવલી) વ્યાસપીઠ પર બિરાજમાન થઇ રસપાન કરાવનાર છે. જેમાં આજે તા.12મી મે રવીવારના રોજ બપોરે 4.30 કલાકે જવાહર નગર ખાતે રહેતા સપ્તાહના મનોરથીના નિવાસ સ્થનેથી યાત્રા નીકળી હતી. પોથી યાત્રામાં પધારેલ શ્રી વલ્લભકુળ પરીવાર પ.પૂ.કાંકરોલી નરેશ શ્રીવાગીશકુમાર મહોદય તેમજ પ.પૂ.શ્રી દ્વારકેશલાલજી મહારાજ બગીમાં બિરાજમાન થઇ વાજતે ગાજતે ભક્તિમય વાતાવરણમાં નીકળી હતી. જેમાં વૈષણવી માં ભાઈઓ ધોતી બંડી ઝભ્ભો લેંગો તેમજ બહેનો કેશરી સાડીમાં માં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાયા હતા. પોથી યાત્રા કથા મંડપ માં એમ એસ હાઈસ્કૂલ ખાતે પોહચી ત્યાં શાસ્ત્ર્રોક્ત વિધિવત રીતે દીપ પ્રગટ તેમજ ભાગવત સ્મરણ કરી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.