સોના- ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવ ફરી તૂટયા | Gold and silver prices fall again following global market

Homesuratસોના- ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવ ફરી તૂટયા | Gold and silver...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ: બે સાધુએ એક સાધુની જટા કાપી બનાવ્યો વીડિયો, એક આરોપીની ધરપકડ | Two Sadhu cut the locks of Hair and...

Dispute Between Sadhu In Amreli : અમરેલીના ખાંભાની રાજધાની ચોકડી પાસે ખોડીયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના સાધુ પાસે અજાણ્યા બે સાધુઓ આવીને 'તું...

મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર પીછેહઠ બતાવતા હતા. ઘર આંગણે પણ વિશ્વ બજાર પાછળ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ. ૪૦૦ ઘટી ૯૯.૫૦ના રૂા. ૭૮૭૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૭૮૯૦૦ રહ્યા હતા.

 જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦ ઘટી રૂા. ૯૦ હજાર બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૬૦થી ૨૬૬૧ વાળા ઘટી ૨૬૩૬ થઇ ૨૬૪૫ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી વધ્યાની ચર્ચા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૬૫ વાળા નીચામાં ૩૦.૧૮ થઇ ૩૦.૩૧થી ૩૦.૩૨ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૭૬૬૦૦ વાળા રૂા. ૭૬૦૫૫ જ્યારે ૯૯.૯૦ના રૂા. ૭૬૯૦૮ વાળા રૂા. ૭૬૩૬૨ રહ્યા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૮૯૫૧૫ વાળા રૂા. ૮૮૫૨૫ રહ્યા હતા. 

મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૮ વાળા ૯૨૫ થઇ ૯૩૨થી ૯૩૩ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૬૧ વાળા નીચામાં ૯૩૫ થઇ ૯૩૬થી ૨૩૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૭ ટકા ઘટયા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડ તેલ પણ નરમ હતું. બ્રેન્ટ ફ્રૂડના ભાવ બેરલના ૭૩.૯૫ વાળા ૭૩.૪૬ થઇ ૭૩.૨૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ફ્રૂડના ભાવ  ૭૦.૦૪ ડોલર રહ્યા હતા.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon