સેબી બોર્ડની આજની મીટિંગમાં SME લિસ્ટિંગ,સ્પેસિફાઈડ ડિજિટલ પ્લેટફોર્મ પર નિર્ણયો લેવામાં આવશે | Decisions on SME listing specified digital platforms to be taken in today’s SEBI board meeting

Homesuratસેબી બોર્ડની આજની મીટિંગમાં SME લિસ્ટિંગ,સ્પેસિફાઈડ ડિજિટલ પ્લેટફોર્મ પર નિર્ણયો લેવામાં આવશે...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા આજે ૧૮, ડિસેમ્બર ૨૦૨૪ના મળનારી મીટિંગમાં રોકાણકારોના હિત રક્ષણ અને બિઝનેસમાં વધુ સરળતા કરી આપવા સંબંધિત પ્રસ્તાવો-દરખાસ્તો પર ચર્ચા થવાની અને નિર્ણયો લેવાય એવી શકયતા છે. જે પૈકી એસએમઈ શેરોના લિસ્ટિંગ, ઈન્સાઈડર ટ્રેડીંગ ધોરણો, ચોક્કસ ડિજિટલ પ્લેટફોર્મ અને પરફોર્મન્સ વેલિડેશન એજન્સી પ્રમુખ રહેવાની શકયતા છે.

સેબી એસએમઈ સેગ્મેન્ટમાં લિસ્ટિંગમાં વધુ પારદર્શકતા અને જવાબદારી નક્કી કરે એવી શકયતા છે. અપ્રકાશિત ભાવ-સંવેદનશીલ માહિતી પરના ખુલાસામાં સુધારો કરવો અને રજીસ્ટર્ડ કંપનીઓ માટે તેમના વેન્ડર્સ-વિક્રેતાઓ અને તેમની સર્વિસિઝની જાહેરાતના સંદર્ભમાં વેપાર કરવામાં સરળતા લાવવા ચર્ચા સાથે નિર્ણય લેવાય એવી શકયતા છે. 

એસએમઈ લિસ્ટિંગ ક્ષેત્રે રિટેલ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા અને તેમના રક્ષણ માટે સેબી નવી દરખાસ્તો રજૂ કરે એવી શકયતા છે. કંપનીની પ્રિ-લિસ્ટિંગ માટેની દરખાસ્તોમાં ન્યુનતમ અરજીની સાઈઝ રૂ.એક લાખથી વધારીને રૂ.બે લાખ કરવી, બિન-સંસ્થાકીય રોકાણકારો (એનઆઈઆઈ) માટે ડ્રો-ઓફ-લોટ ફાળવણી પદ્વતિ રજૂ કરવી અને ફાળવણીકારોની લઘુતમ સંખ્યા વર્તમાન ૫૦થી વધારીને ૨૦૦ કરવાની છે.

લિસ્ટિંગ બાદ માટેની દરખાસ્તોમાં એસએમઈ લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટસ (એલઓડીઆર) રેગ્યુલેશન હેઠળ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેકશન્સની જોગવાઈઓ લાગુ પડવાને વધારવાનો સમાવેશ છે. કેટલાક અપવારો સાથે બોર્ડ ઓફ ડિરેકટર્સની રચના અને  મીટિંગો પર જાહેરાતો ફરજિયાત કરવી તેમ જ નાણાકીય અને શેરહોલ્ડિંગ પેટર્નની ત્રિમાસિક સબમિશન ફરજિયાત બનાવવી.

સેબી બોર્ડ આ ઉપરાંત પ્રોહિબિશન ઓફ ઈન્સાઈડર ટ્રેડીંગ રેગ્યુલેશન(પીઆઈટી) હેઠળ અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતીની વ્યાખ્યાની સમીક્ષા અંગે પણ વિચારણા કરી શકે છે અને તેને વિસ્તૃત કરવાની મંજૂરી આપી શકે છે. નિયમનકારે તેના અભ્યાસ પછી આની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો કે, કંપનીઓ પીઆઈટી રેગ્યુલેશન્સના રેગ્યુલેશન ૨(૧)(એન)માં સ્પષ્ટપણે ઉલ્લેખિત બાબતોને યુપીએસઆઈ તરીકે વર્ગીકૃત કરતી જોવા મળી હતી અને આ રીતે સ્પિરીટમાં કાયદાનું પાલન કરતી નથી.

આ વર્ષે ઓકટોબરમાં સેબીએ એક ફ્રેમવર્ક સૂચવ્યું હતું, જેનાથી થકી ડિજિટલ પ્લેટફોર્મને સ્પેશિફાઈડ ડિજિટલ પ્લેટફોર્મ (એસપીએફ) તરીકે માન્ય કરી શકાય. આ દરમિયાન બોર્ડ મીટિંગમાં પરફોર્મન્સ વેલિડેશન એજન્સી (પીવીએ) સ્થાપવા પર પણ નિર્ણયની શકયતા છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon