- ગોધરાના ગદુકપુર ગામે પુરવઠા અધિકારી દ્વારા ચેકિંગ
- પુરવઠા વિભાગ દ્વારા દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી
- દુકાનના ઠેકેદારો ગરીબોને આપવાના બદલે જાતે જ ઓહિયા કરી જતા હતા
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ ટીમ દ્વારા ગોધરા શહેર નજીક આવેલા ગદુકપુર ગામે આકસ્મિક ચેકીંગ કરી સપાટો બોલાવતા દુકાન ચકાસણી દરમિયાન 50 કિલો ઘઉં અને 89 કિલો ચોખાની ઘટ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર દ્વારા ગરીબોને જે અનાજ આપવામાં આવતું હતું.તે અનાજનું સરકારી સસ્તા અનાજની દુકાનના ઠેકેદારો ગરીબોને આપવાના બદલે જાતે જ ઓહિયા કરી જતા હતા. જેથી પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા અને તેઓની ટીમ દ્વારા વારંવાર જિલ્લાના તાલુકાઓના વિવિધ ગામોમાં આવેલી સસ્તા અનાજની દુકાનો ઉપર આકસ્મિક ચેકીંગ કરી સસ્તા દુકાનોના ઠેકેદારો દ્વારા આચરવામાં આવેલી ગેરરીતીઓ કોઈના પણ દબાણમાં આવ્યા વિના બિન્દાસ્ત સમાજમાં અને લોકોમાં ઉજાગર કર્યા હતા.અને કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરી કેટલાય સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના લાઇસન્સ રદ કર્યા હતા. ત્યારે આજ રોજ ફ્રી એકવાર જિલ્લા પુરવઠા અધિકારી તેમજ તેઓની ટીમ દ્વારા ગોધરા શહેર પાસેના ગદુકપુર ગામની સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેશનકાર્ડ ધારકોના નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારે ગદુકપુર ગામે સરકારી સસ્તા અનાજની દુકાન ચકાસણી દરમિયાન 50 કિલો ઘઉં અને 89 કિલો ચોખાની ઘટ સામે આવી હતી.ત્યારે અનાજના જથ્થાની ઘટ આવતા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.