- પશુઓના ચરવાની જગ્યાએ કેટલાક શખ્સો માટી ખોદી જાય છે
- સ્થાનિકોએ હલ્લાબોલ કરતા માટી ચોરો વાહનો મૂકી ફરાર થઈ ગયા
- માટીચોરો પોતાના વાહનો રેઢામુકી ભાગી ગયા હતા
મહેમદાવાદના વરસોલ થી 999 એકરનો ચરો જે ખેડા તાલુકાના ખુમારવાડ સુધી પ્રશરાયેલ છે.જે મોટેભાગે વેરાન પાડી રહેતા હોવાથી કેટલાક લોકો રોજના 200થી વધારે હાઇવામાં માટી ચોરી ચરા ઊંડા કરતા હોવાથી સ્થાનિકોએ હલ્લાબોલ કરતા માટીચોરો પોતાના વાહનો રેઢામુકી ભાગી ગયા હતા.
મહેમદાવાદ તાલુકાના વરસોલાથી ખેડા તાલુકા સુધી ચરા અને ગૌચરની જગ્યાઓ પ્રશરાયેલ છે. જે જગ્યા મોટેભાગે વેરાન હોવાથી અહીં કોઈ લોકો અવરજવર કરતા નથી. કેટલાક લોકો પોતાના પ્રાણીઓ ચારાવવા માટે આવતા હોય છે. જેમના કહેવા મુજબ કેટલાક ચોર લોકો માટી ચોરી કરે છે. સાથેસાથે ટેકરીઓ પણ ખોદી નાખે છે.