- છત્રીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. 50થી 75નો વધારો
- વસ્તુઓના ભાવમાં ગતવર્ષની સરખામણીએ 15થી 20 ટકાનો વધારો
- છત્રી, રેઈનકોટ, પ્લાસ્ટિક, તાડપત્રી વગેરે વસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો વધારો
બાલાસિનોરના બજારોમાં વરસાદ સામે રક્ષણ આપતી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. પ્લાસ્ટિકના ભાવમાં વધારો થયો છે, તો બીજી બાજુ ઉત્પાદન પણ ઓછું થવાથી છત્રી, રેઈનકોટ, પ્લાસ્ટિક, તાડપત્રી વગેરે વસ્તુઓના ભાવમાં ગતવર્ષની સરખામણીએ 15થી 20 ટકાનો વધારો થયો છે.
પ્લાસ્ટિકના, છત્રી, રેઈનકોટના રો-મટિરિયલના ભાવમાં વધારો થતા તેનું ઉત્પાદન ઘટયું છે જેના કારણે છત્રી, રેઈનકોટ, પ્લાસ્ટિક, તાડપત્રી વગેરે વસ્તુઓના ભાવમાં ગતવર્ષની સરખામણીમાં 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે. બાલાસિનોરમાં પ્લાસ્ટિકની છત્રી વગેરેની વસ્તુઓ અમદાવાદ, હાલોલ, વડોદરાથી આવે છે. ગતવર્ષે તાડપત્રી 1 કિલો 110થી 130માં વેચાતી હતી. તે અત્યારે ચાલુ વર્ષે તેના ભાવમાં કિલોએ 15 થી 20નો વધારો નોંધાયો છે. જેના કારણે હાલ બજારમાં તે કિલો 125 થી 160 સુધીની કિંમતે વેચાઈ રહી છે જ્યારે છત્રીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. 50થી 75નો ભાવ વધારો થયો છે. ગતવર્ષ છત્રીના ભાવમાં 80થી 175 હતો જે વધીને 100થી 250 સુધીનો થયો છે. જ્યારે રેઈનેકોટનો ભાવમાં પણ વધારો થયો છે. ગતવર્ષ 250થી 1500 સુધીમાં વેચાતા 375 થી 2000 સુધી જોવા મળી રહ્યો – છે. જોકે બાળકો તથા યુવાનોમાં છત્રીનો ક્રેઝ ઘટયો છે. વળી વરસાદનું આગમન થયું હોવા છતાં પણ પ્રમાણમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે.