ayodhya ram mandir first anniversary : અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ 11થી 13 જાન્યુઆરી સુધી ચાલશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મહોત્સવમાં સામેલ થયા હતા. હિન્દુ પંચાંગ અનુસાર 2024માં 22 જાન્યુઆરી પૌષ મહિનાના શુક્લ પક્ષની બારસ હતી. 2025માં આ તિથિ 11 જાન્યુઆરી છે. જેથી તિથિ પ્રમાણે પ્રથમ વર્ષગાંઠ છે.
રામલલ્લાનો અભિષેક કરશે યોગી આદિત્યનાથ
આવામાં હિન્દુ કેલેન્ડર અનુસાર આજે રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ્લાનો અભિષેક કરવાના છે. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટે ખાસ વ્યવસ્થા કરી છે. અંગદ ટીલા સ્થળ પર એક વિશાળ તંબુ બનાવવામાં આવ્યો છે, જેમાં 5000થી વધુ શ્રદ્ધાળુઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલશે.
આ પણ વાંચો – 3 માળ, 26 વિભાગો અને 200 વર્ષનો સંઘર્ષ… રામ મંદિર પછી અયોધ્યામાં રામ કથા મ્યુઝિયમ બનશે
ઈ
ઈ
110 VIP સમારંભમાં હાજર રહેશે
મંડપ અને યજ્ઞશાળામાં શાસ્ત્રીય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ ઉપરાંત રામ કથા પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે જે લોકો કોઈ કારણસર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહી શક્યા ન હતા તેમને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ મહોત્સવમાં 110 વીઆઇપી હાજરી આપી રહ્યાં છે અને દરેકને આમંત્રણો પણ મોકલવામાં આવ્યાં છે.
રામ મંદિરમાં કાર્યક્રમ બપોરે 2 વાગ્યે રામ કથા પછી શરૂ થશે. આ પછી રામચરિતમાનસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રવચનો કરવામાં આવશે. દરરોજ સવારે પ્રસાદ વિતરણ કરવામાં આવશે અને યજ્ઞશાળામાં ત્રણ દિવસ યજ્ઞ પણ થશે.