ભરૂચ: આજની 21મી સદીમાં ટેક્નોલોજીના જમાનામાં પણ લોકો હજુ પણ અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે. આપણે રોજબરોજ આવી અનેક ઘટનાઓ વિશે સાંભળતા પણ હોઈએ છીએ. આવો જ એક વધુ કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે. ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહ ખાતે યુવતી તેની માનસિક રીતે અસ્વસ્થ માતાને લઈ બીમારી દૂર કરવા માટે બાવાગોર દરગાહમાં આવતી હતી. આ દરમિયાન યુવતીને સંદિગ્ધ પાણી પીવડાવીને બેભાન કરીને અવારનવાર તેણી સાથે બાવાગોર દરગાહના રૂમમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા જ ચકચાર મચી છે.
બનાવની વિગતો જોઈએ તો ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે આવેલી બાવાગોર દરગાહ ખાતે ઈમ્તિયાઝ ઉર્ફે સકુબાવા મહંમદ નબી મુજાવર તરીકે કામ કરી બાવાગોર દરગાહ ખાતે રૂમમાં રહેતો હતો. છેલ્લા એક વર્ષથી એક યુવતી તેની માનસિક રીતે અસ્વસ્થ માતાને લઈ બીમારી દૂર કરવા માટે બાવાગોર દરગાહ ખાતે આવતી હતી.
આ પણ વાંચો:
બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો, સુરતમાં ડિગ્રી વગરના ક્લિનિક ધરાવતા 15 તબીબો ઝડપાયા
આ બાબતનો લાભ લઈ મુજાવર ઈમ્તિયાઝ ઉર્ફે સકુબાવાએ 24 વર્ષીય યુવતીને ઈલાજ કરવાના બહાના હેઠળ માતા અને પુત્રીને રૂમમાં ગોંધી રાખી હતી. જેમાં યુવતીનો એકલતાનો લાભ લઈ સંદિગ્ધ પાણી પીવડાવી દીધું હતું. મુજાવરે બેભાન કરી અવારનવાર તેણી સાથે દરગાહ રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવની માતાને ખબર પડતાં તે હેબતાઈ ગઈ હતી. માતાને આ વિશે જાણ થતાં જ આ બનાવ અંગે માતાએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા રાજપારડી પોલીસે બાવાગોર દરગાહના સકુબાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે.
આ બનાવ અંગે અંકલેશ્વર DYSP કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે, દરગાહના મુજાવરે યુવતીને ભોળવીને યેનકેન રીતે લગ્નની લાલચ આપીને એકલતાનો ફાયદો ઉઠાવીને વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર