- નવચંડી યજ્ઞ આયોજન કરવામાં આવ્યું
- રાસ- ગરબા, મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું
- અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટમાં ઉમિયા માતાજીના મંદિરે નવમો પાટોત્સવ ભારે ધામધૂમથી ઉમંગભેર ઉજવાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ધાર્મિક પ્રસંગોમાં માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
શ્રાી ગાબટ ગામ કડવા પાટીદાર સમાજના સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત પાટોત્સવમાં માતાજીના મંદિર પરિસરમાં હૈયે હૈયું દળાય એવો ભાવિકોનો માનવમહેરામણ આ અવસરે ઊમટી પડયો હતો. પાટોત્સવ દરમિયાન યોજાયેલા ભજન, કિર્તન, સત્સંગ ઉપરાંત યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગોમાં માતાજીના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. આ અંગે મંદિરના પૂજારી કેશવદાસજી મહારાજે જણાવ્યું કે, સમગ્ર મંગલ અવસરે ભાવિક ભક્તોએ ઉમળકાભેર ભાગ લેતાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. ઊંઝા ઉમિયા માતાજી નિજ મંદિરેથી લાવેલ અખંડ જ્યોતના દર્શનનો પણ ભાવિકોએ લ્હાવો લીધો હતો. આ પ્રસંગે નવચંડી યજ્ઞ, રાસ, ગરબા, મહાપ્રસાદ, અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.