નવી દિલ્હીઃ સરકારે પબ્લિક સેક્ટરની કંપની ઈન્ડસ્ટ્રિયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં 500 કરોડ રૂપિયા નાખવાનો નિર્ણય કર્યો છે, જેથી કંપનીના પ્રસ્તાવિક રીસ્ટ્રક્ચરિંગ અને ગ્રુપમાં કન્સોલિડેશન પહેલા તેની નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે. મૂડી રોકાણથી IFCIમાં સરકારની હિસ્સેદારી સપ્ટેમ્બર 2024માં 71.72 ટકાથી વધવાની આશા છે.
લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે સપ્લિમેન્ટરી ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ હેઠળ મૂડી રોકાણને હાલમાં મંજૂરી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાતં ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિઝે એક કન્સોલિડેશન પ્લાનને પણ લીલી ઝંડી બતાવી છે, જેમાં IFCI નું તેની કેટલીક પેટાકંપનીઓ સાથે વિલીનીકરણ સામેલ છે, કારણ કે સરકાર IFCIને તેના નાણાકીય અને ઓપરેશનલ પડકારોને પહોંચી વળવા માટે મદદ કરી રહી છે.
આ પણ વાંચોઃ
બ્રોકરેજે રોકાણકારોને કહ્યું- ખજાનો લૂંટવાનો મોકો, આ કંપનીના 1 શેર પર 8,500 રૂપિયા સુધી કમાણી!
2024-25 માટે સપ્લિમેન્ટરી ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સમાં ઈન્ડસ્ટ્રિયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેર કેપિટલમાં સબ્સક્રિપ્શન માટે 499.99 કરોડ રૂપિયાના વધારાનું એમાઉન્ટ એલોટ કરવામાં આવ્યું છે.
500 કરોડ રૂપિયાની મૂડી એકત્રિત કરી
આ વર્ષની શરૂઆતમાં IFCIએ સરકારને ઈક્વિટી શેર આપીને 500 કરોડ રૂપિયાની મૂડી એકત્રિત કરી છે. 1 જુલાઈ 1948ના રોજ દેશની પ્રથમ ડેવલપમેન્ટ ફાઈનાન્શિયલ સંસ્થાના રૂપમાં ઈન્ડસ્ટ્રિયલ ફાઈનાન્સ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2024ના રોજ સમાપ્ત બીજા ક્વાટરમાં IFCIને 22 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી અને નાણાકીય વર્ષ 2024ના પહેલા 6 મહિનામાં 170 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.
આ પણ વાંચોઃ
હવે IPO લિસ્ટિંગ પર રુપિયા ડબલ નહીં થાય! શેરની કિંમત પર બ્રેક મારવા SEBIની તૈયારી
શેરનું પ્રદર્શન?
શુક્રવારે કંપનીના શેર 4.54 ટકાના ઘટાડા સાથે 61 રૂપિયાના ભાવે બંધ થયા હતા. ગત એક વર્ષમાં કંપનીના શેરમાં 114.79 ટકા તેજી જોવા મળી છે. શેરની 52 સપ્તાહની હાઈ 91.40 રૂપિયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર