-
ગુજરાતમાં કોરોનાકાળ સહિતના બે વર્ષના અરસામાં
-
વર્ષ 2020ની સરખામણીએ 2021માં 6,710 કરોડની આવક વધી
-
કોરોનાકાળમાં સરકારની આવક 13,691 કરોડ થઈ
પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી ઉપર વેરા પેટે બે વર્ષમાં રૂ. 34,094.22 કરોડની આવક ગુજરાત સરકારને થઈ છે. વર્ષ 2020ના કોરોનાકાળમાં સરકારની આવક 13,691 કરોડ થઈ હતી, જોકે વર્ષ 2021માં આવક વધીને 20,402.37 કરોડ થઈ હતી, આમ પેટ્રોલ-ડીઝલ સહિતના વેરાના કારણે ગુજરાત સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. વિધાનસભામાં નાણાં મંત્રીએ આ માહિતી આપી હતી. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ ઉપરાંત સેસ ઉઘરાવવામાં આવો છે.
વર્ષ 2020ની સરખામણીએ 2021માં 6,710 કરોડની આવક વધી
પેટ્રોલ ઉપર 13.7 ટકા વેરો અને 4 ટકા સેસ ઉઘરાવવામાં આવે છે, ડીઝલ ઉપર 14.9 ટકા વેરો અને 4 ટકા સેસ ઉઘરાવવામાં આવે છે, જ્યારે સીએનજી અને પીએનજી ઉપર 15-15 ટકા વેરો વસૂલાય છે, આ બે પેદાશો ઉપર સેસ લાગુ પડતો નથી. ગુજરાત સરકારને વર્ષ 2020માં પેટ્રોલના વેરા પેટે 3919.76 અને વર્ષ 2021માં 5865.43 કરોડની આવક થઈ છે, એ જ રીતે ડીઝલમાં 2020માં 8753.58 અને 2021માં 12551.38 કરોડની આવક થઈ છે,
કોરોનાકાળમાં સરકારની આવક 13,691 કરોડ થઈ
ગુજરાત સરકાર સમક્ષ અવારનવાર માગણી થઈ છે કે, કોરોનાકાળમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી છે, લોકોની રોજીરોટીને અસર થઈ છે, આ સંજોગોમાં સરકારે વેટના દરમાં ઘટાડો કરવો જોઈએ અને લોકોને મોંઘવારીમાંથી થોડીક રાહત આપવી જોઈએ, જોકે રાજ્ય સરકારે હજુ સુધી આ માગણી સ્વીકારી નથી.