નર્સિંગ કોલેજની ૨૮ વિદ્યાર્થિનીઓને નાસ્તો કર્યા બાદ ખોરાકી ઝેરની અસર | 28 nursing college students suffer from food poisoning after eating breakfast

HomeGandhinagarનર્સિંગ કોલેજની ૨૮ વિદ્યાર્થિનીઓને નાસ્તો કર્યા બાદ ખોરાકી ઝેરની અસર | 28...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

માણસા તાલુકાના પડુસ્મા ગામ ખાતે આવેલી

હોસ્ટેલમાં સવારે બટાટા પૌઆ ખાધા બાદ દોડધામ મચી સાત વિદ્યાર્થિનીને દાખલ કરવી પડીઃતંત્રએ ધામા નાંખ્યા

ગાંધીનગર,માણસા : ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા પડુસ્મા ગામની નસગ
કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને આજે સવારે બટાટાપૌઆનો નાસ્તો આપવામાં
આવ્યો હતો જે બાદ ૨૮ જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી જેને તાત્કાલિક ચરાડા
સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાંથી સાત વિદ્યાર્થીનીઓને દાખલ કરી
સારવાર શરૃ કરવામાં આવી હતી તો અન્યને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, માણસા તાલુકાના
પડુસ્મા ગામે આવેલી શાંતિનિકેતન નસગ કોલેજમાં અભ્યાસ કરતી આશરે ૨૦૦ જેટલી
વિદ્યાર્થિનીઓ પૈકી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને આજે સવારે નાસ્તામાં
બટાટાપૌઆ આપવામાં આવ્યા હતા જે બાદ ૨૮ વિદ્યાર્થિનીઓને ઉલટી-ઉબકાની ફરિયાદ ઉભી થઇ
હતી.વિદ્યાર્થિનીઓની તબીયત લથડતા કોલેજ મેનેજમેન્ટને તાત્કાલિક જાણ કરવામાં આવી
હતી જેમણે આ બાબતે માણસા તાલુકા હેલ્થ અધિકારીનો સંપર્ક કરી તમામ વિદ્યાર્થીનીઓને
બાજુમાં આવેલા ચરાડા સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં સાત
વિદ્યાર્થીનીઓને તકલીફ વધારે જણાતા તેમને તાત્કાલિક સારવાર શરૃ કરવામાં આવી હતી
તેમાંથી બે ને દાખલ કરી ડોક્ટરે જરૃરી ઇમરજન્સી સારવાર આપી હતી તો ૨૮ પૈકી અન્ય
વિદ્યાર્થિનીને ઉલટી જેવા ઉબકા આવતા હોવાથી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી . આ
બાબતે કોલેજ તેમજ ચરાડા સીએચસી સેન્ટર ખાતે પહોંચેલા રોગચાળા નિયંત્રી અધિકારી
, તાલુકા હેલ્થ
અધિકારી તથા તેમની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી પાણીના સેમ્પલ લઈ વધુ તપાસ માટે
લેબોટરીમાં મોકલી આપ્યા છે વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી જતા બે ત્રણ કલાક બાદ
તમામને કોલેજમાં જવા દેવામાં આવ્યા હતા.બનાવને પગલે સવારે જ હોસ્ટેલ અને કોલેજમાં
દોડધામ મચી ગઈ હતી.

પાણીના બે સેમ્પલ લેવાયા, ફુડના નમૂના માટે વિભાગને જાણ કરાઇ

પડુસ્મા ખાતે શાંતિનિકેતન નસગ કોલેજની હોસ્ટેલમાં સવારે
નાસ્તો કર્યા બાદ ૨૮ જેટલી વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી ત્યાર બાદ
તાલુકા આરોગ્ય તંત્ર અને જિલ્લામાંથી પણ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા.
વિદ્યાર્થિનીઓને પ્રાથમિક અને કેટલીક વિદ્યાર્થિનીઓને સેન્ટરમાં સારવાર આપ્યા બાદ
તમામ સ્ટેબલ થઇ ગઇ હતી ત્યારે ખોરાકી ઝેરની અસર થવા પાછળનું કારણ શોધવા માટે
આરોગ્ય તંત્ર દ્વારા હોસ્ટેલમાં આપવામાં આવતા પાણીના સેમ્પલ લીધા છે જેને પરિક્ષણ
માટે મોકલી આપવામાં આવ્યા છે. તો બીજીબાજુ નાસ્તો બચ્યો નહીં હોવાને કારણે આરોગ્ય
તંત્રએ ફુડ ડિપાર્ટમેન્ટને ફુડના અન્ય નમુના લઇને તેનું પરિક્ષણ કરવા માટે સુચના
આપી હતી.

વિદ્યાર્થિનીઓમાં ઉલટી અને ઉબકાની ફરિયાદ,બપોર બાદ તમામ
દર્દી સ્ટેબલ

માણસા તાલુકાના પડુસ્મા ગામે આવેલી નર્સિંગ કોલેજની
હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને સવારે નાસ્તામાં બટાટાપૌઆ આપવામાં આવ્યા હતા તે
ખાધા બાદ ૨૮ જેટલી વિદ્યાર્થિનીઓને ફુડ પોઇઝનીંગ થઇ ગયું હતું. જેમને ઉલ્ટી થવાની
સાથે ઉબકા પણ આવતા હોવાની ફરિયાદ હતી પ્રાથમિક અને કેટલીક વિદ્યાર્થિનીઓને
સેન્ટરમાં સારવાર આપ્યા બાદ બપોર બાદ તમામની સ્થિતિ સુધારા ઉપર અને સ્ટેબલ હોવાનો
આરોગ્ય તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon