- કેન્દ્રની ગ્રાન્ટ ન મળતાં વેતન અટક્યું
- નાણાંના અભાવે પરિવારોની હાલત કફોડી બની
- ગરીબ પરિવારો ની હાલત કફેડી બની છે
ધાનેરા તાલુકામાં મનરેગા યોજનામાં ગ્રાન્ટ ન ફાળવાતાં 42 ગ્રામ પંચાયતોમાં કામ કરતાં 1800થી વધુ શ્રામિકો 15 માર્ચ પછીના વેતનથી વંચિત રહ્યાં છે. એક તરફ લગ્નની સિઝન ચાલી રહી હોવા નાણાંના અભાવે પરિવારોની હાલત કફોડી બની છે.
આ અંગે શ્રામિક મહિલાએ જણાવ્યું હતું કે, પાણીની વિકટ સમસ્યાથી તાલુકામાં અનેક ખેતરો વિરાન પડયા છે.જેના કારણે ગામડામાં હવે મજૂરીનો પ્રશ્ન ઊભો થયો છે. જો કે કેન્દ્રની મનરેગા યોજના અંતર્ગત પરિવારનાં સભ્યોને રોજગારી મળી રહી છે.પરંતુ આ વખતે વેતન અટકી જતા ગરીબ પરિવારો ની હાલત કફેડી બની છે.
આ બાબતે ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મનરેગાની ગ્રાન્ટ ઉપલબ્ધ ન હોવાના કારણે વેતન અટકાઈ ગયું છે. ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ઘટતું કરવાની બાંયેધરી અપાઈ છે.