દાહોદ: શિસ્તબધ્ધ ગણાતી પાર્ટીના નેતાઓ જ દારૂની મહેફિલ માણી રહ્યા છે. ગુજરાતમાં દારૂ બંધી છે અને કોઇ દારૂ પીતા ઝડપાઇ તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે ભાજપના જ નેતાઓ ખુલ્લેઆમ દારૂની મહેફિલ લગાવીને બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જાણે કે તેમને પોલીસે દારૂ પીવાનો પરવાનો આપી દીધો હોય તેમ બિન્દાસ કેબિનમાં બેસીને દારૂ પીતા નજરે પડ્યા છે.
જી હા, આ મહાશય દાહોદ નગરપાલિકાના ભાજપના નેતા છે. વીડિયોમાં દીપેશ લાલપુરવાળા દારૂ પીતા નજરે પડ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોને જોતાં શહેરમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.
આ પણ વાંચો:
USથી અમદાવાદ આવેલા પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું; કચ્છમાંથી પણ 10 પેકેટ મળ્યા
આ અંગે પાલિકા સભ્ય દીપેશ લાલપુરવાળાએ ન્યૂઝ18 સાથે વાત કરતાં જણાવ્યું કે, આ વીડિયો અમે રાજસ્થાન ગયા હતા, તે સમયનો છે. આ વીડિયો જૂનો છે. આ ઉદેપુરનો વીડિયો છે અને ચાર વર્ષ પહેલા મિત્રો સાથે ગયા હતા, ત્યારનો વીડિયો છે. સાથે જ તેમણે કહ્યું કે, આ વીડિયો કયા મિત્રોએ ઉતાર્યો અને કેવી રીતે થયું? તે ખબર નથી.
આટલું જ નહીં, દીપેશ લાલપુરવાળાએ જણાવ્યું કે, અમે બીજા રાજ્યોમાં જઇએ ત્યારે શોખથી પીતા હોઇએ છે. દહોદમાં દારૂ મળતો નથી અને અમે અહીં પીતા નથી. મિત્રો સાથે બહાર ગયા હોઇએ ત્યારનો આ વીડિયો છે. સાથે જ તેમણે વીડિયો અંગે ખુલાસો કર્યો કે, આ વીડિયો ચાર વર્ષ જૂનો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર