- અઢાર કિ.મી.પૈકીનું અડધુ કામ પણ પૂરું થયું નથી
- અનેક જગ્યાઓએ રોડ તૂટી ગયો છે તે અંગે પણ કાર્યવાહી થતી નથી
- કોડીનાર તાલુકાના ડોળાસાથી કોડીનાર વચ્ચે હાઈવેનું કામ છેલ્લા આઠ વર્ષ થી ચાલુ
કોડીનાર તાલુકાના ડોળાસાથી કોડીનાર વચ્ચે હાઈવેનું કામ છેલ્લા આઠ વર્ષ થી ચાલુ છે. ચાલુ વર્ષ દરમિયાન તો કામ જ ચાલુ થયું નથી. અઢાર કી.મી.પૈકી અડધુ કામ પણ પૂરું થયું નથી અને એટલું જ કામ કરવા માટે આ કામનાં કોન્ટ્રાકટરને આઠ વર્ષ લાગી ગયા અને હજુ કામ પૂરું ક્યારે થશે તે નેશનલ હાઈવે ઓથોરિટીનાં અધિકારીઓ કે આ વિભાગના પદાધિકારીઓ ફેડ પડીને જણાવતા નથી.
જાણકારો જણાવે છે કે આ કામનાં મૂળ કોન્ટ્રાક્ટરે આ કામ છોડી દીધું છે ત્યારે આ રીતે કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડી દે તો તેની સામે કડક પગલાં હજુ સુધી કેમ લેવાતા નથી ? જે કામ કર્યું છે તે પૈકી પણ નાના નાના કામ પણ બાકી છે .જેમ કે કોડીનાર- ડોળાસા વચ્ચે અનેક જગ્યાઓએ રોડ તૂટી ગયો છે જેને ફ્રી થી જ બનાવવો પડે તેમ છે પણ કોઈ કાર્યવાહી હાથ ધરાઇ નથી. ડોળાસા થી એક કી.મી.દૂર ઉના તરફ્ ડોળાસા ગાર્ડ નું સામે માલગામ નદીના પુલ ઉપર પિલર છેલ્લા પાંચ વર્ષથી રોડ ઉપર પડયા છે જેના કારણે બે કી.મી ની સી સી.રોડ બિન ઉપીયોગી બની ગયો છે. એટલુજ નહિ.આ કારણ થી અહી અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે….અનેક જગ્યાએ ઓ એ સી.સી.રોડ બની ગયા પછી સાઈડમાં માટી નાખવામાં આવી નથી. અડવી, સીમાસી, માઢગામ,કેસરિયા, નાથડ અને સિલોજ ગામો રોડ કામ પૂરા થયા છે પણ અહી મુસાફરો ને બેસવાની કોઈ સુવિધા નથી. એલમપુર, નાંથડ,કેસરિયા, સીમાસી અને માલગામ ઓવર બ્રિજ તો બની ગયા પણ સર્વિસ રોડ જ બનાવાયો નથી. આટલા કામો બાકી છે ત્યારે આ કામના કોન્ટ્રાક્ટર ઉપર કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.