દાહોદઃ આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવારે આશરે 6:30 વાગ્યે રાજકોટ-દાહોદથી ઝાલોદ આવતી એસ.ટી બસ GJ-18-Z-8670 માં એક મૃતદેહ મળી આવ્યો હતો. એસ.ટી બસમાં આશરે 30 વર્ષની ઉંમરના યુવકની લાશ મળી આવતા ચકચારીનો માહોલ છવાઈ ગયો હતો. બસની અંદરના તમામ પેસેન્જર ઉતરી ગયાં બાદ બસ કન્ડક્ટરને એક વ્યક્તિ સુતેલો જોવા મળ્યો હતો.
બસ કંડક્ટર જ્યારે વ્યક્તિને ઉઠાડવા તેની નજીક ગયો ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું કે, યુવકનું મૃત્યુ થઈ ચુક્યું છે. જાણકારી મળતાની સાથે જ એસ.ટીના બસ કંડક્ટર દ્વારા તાત્કાલિક ઝાલોદ એસ.ટી ડેપોની ઓફિસ જઈ વિગતવાર માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ
Gujarat weather monsoon: એક સાથે 8-8 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા, હવે ગુજરાતમાં ચોમાસું જબરી ગતિ પકડશે?
મૃતક યુવકની તપાસ કરતાં તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોનની મદદથી પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોને માહિતી મળતા જ તાત્કાલિક ઝાલોદ ખાતે આવી ગયા હતાં તેમજ મૃતકના પરિવારજનો પાસે માહિતી લેતાં મૃતક વ્યક્તિનું નામ રાકેશ સબુડા ગરાસીયા જણાવવામાં આવ્યુ હતું.
આ પણ વાંચોઃ
માત્ર પાંચ દિવસ જૂની બહેનપણી સાથેની મિત્રતા સગીરાને ભારે પડી, આ રીતે દુષ્કર્મનો ભોગ બની!
મૃતક રાજસ્થાનના ગાંગડતલાઈના સાગનબંગલા પાસેનો હોવાનું જાણવા મળ્યું હતું. ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા તાત્કાલિક પોલીસને બોલાવતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટેની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર