- ચેક રિટર્નના કેસમાં આપીને બે વર્ષની સાદી કેદની સજા ફરમાવી
- રમેશભાઈ અંબાલાલની ફરિયાદીની બાજુમાં જમીન આવેલી છે
- ઉછીના નાણા લેતા અને સમયસર ચુકવી આપતા હતા
કપડવંજ કોર્ટે એક ચેક રિટર્નના કેસમાં આપીને બે વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે. ફરિયાદી જતીનકુમાર રમેશભાઈ પટેલ(રહે.મોટા પટેલવાડા, તા.કપડવંજ)ની કપડવંજના દહીઅપમાં ખેતીની જમીન છે. તેમની નજીકમાં આ કેસના આરોપી રમેશભાઈ અંબાલાલની ફરિયાદીની બાજુમાં જમીન આવેલી છે. ખેતર પાડોશી હોવાને કારણે આરોપી-ફરિયાદી વચ્ચે મિત્રતાના સંબંધો બંધાયેલા છે.અને ફરિયાદી પાસેથી અવાર-નવાર હાથ ઉછીના નાણા લેતા અને સમયસર ચુકવી આપતા હતા.છેલ્લે નવેમ્બર 2020માં રમેશભાઈએ જતીનભાઈ પાસે હાથ ઉછીના રૂ.6,00,000ની માંગણી કરતા જતીનકુમારે પોતાની બચતમાંથી રૂ.5,00,000 રમેશભાઈને હાથ ઉછીના આપ્યા હતા.અને ડાંગરની આવકમાંથી પરત ચુકવી આપવાનું વચન આપ્યું હતું.આમ બે માસનો સમય પુરો થઈ જતા રમેશભાઈ પાસે નાણાંની માંગણી કરતા તેઓએ જણાવ્યું હતું કે ડાંગરની સારી આવક થઈ છે.જેથી તેઓએ પોતાના જોઈન્ટ ખાતાનો તા.3-4-21ના રોજનો ચેક આપ્યો હતો.જે ચેક બેંકમાં ભરતા ચેક અપુરતા ભંડોળ સાથે ચેક પરત ફર્યો હતો.આ બાબતે વકીલ દ્વારા નોટીસ આપી હતી. કપડવંજની એડી.ચીફ જ્યુ.મેજી.ની કોર્ટમાં કેસ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ મનન એન.ઈનામદારે રજૂ કરેલા પુરાવાઓ તથા દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી કોર્ટે રમેશ પટેલને ક્રિ.પો.કો.ક.255 (2) અન્વયે કલમ 138ના ગુનામાં તક્સીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા, પાંચ લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો. જો વળતરની રકમ ના ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફરમાવી હતી.