- ગોંડલના રીબડાના 39 વર્ષીય યુવાનને 11 માં વર્ષથી જ ઊંધા અક્ષરે લખવાનો શોખ જાગ્યો હતો
- ભાગવત ગીતા, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી, હનુમાન ચાલીસા ગુજરાતી, હિન્દીમાં લખી
- હવે વચનામૃત ઊંધા અક્ષરે લખવાનો વિચાર છે, ખેતીકામની સાથે સેવાકીય કાર્યો કરતો યુવાન
ઉર્દુ ભાષા ઊંધા અક્ષરે લખવામાં આવે છે તે આપ જાણતા હશો પરંતુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ ઊંધા અક્ષરે લખી શકાય ? તેઓ તમને કોઈ પૂછે તો મોટાભાગના નો જવાબ ના હશે પરંતુ ગોંડલના રીબડાના ખેડૂત યુવાને ઊંધા અક્ષરે લખવાની અદભુત રીતે વિકસાવી અનોખી ખેતી કરી છે જેમાં યુવાને ઊંધા અક્ષરે દસ વર્ષની મહેનતથી 9400 પાનાની રામાયણ લખી છે.
રીબડા નો 39 વર્ષે યુવાન સર્વજીતસિંહ જાડેજા જણાવે છે કે 11 વર્ષનો હતો ત્યારથી જ બધું ઉંધા અક્ષરે લખતો હતો કે તેની સાથે સીધા અક્ષર માં પણ લખી શકતો હતો. ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે જે બાદ વર્ષ 2011 માં ધોરાજીના લાલગીરી બાપુ એટલે કે ગુરુ મહારાજની પ્રેરણાથી રામાયણ ઉંધા અક્ષરે લખવાનું શરૂ કર્યું જે બાદ દસ વર્ષ સુધીમાં 200 પેજમાં 47 ચોપડામાં રામાયણ ઊંધા અક્ષરે લખી. જે પછી તો અન્ય ધાર્મિક ગ્રંથો જેવા કે ભાગવત ગીતા, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી અને હનુમાન ચાલીસા જે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ ઉંધા અક્ષરે લખી છે.
હવે વચનામૃત ઊંધા અક્ષરે લખવાનો વિચાર છે
વચનામૃત એ સ્વામિનારાયણ ભગવાનની ઉપદેશ વાણીનો પ્રશ્નોત્તરી શૈલીનો ગ્રંથ છે. જેમાં 273 ઉપદેશો છે. ઉંધા અક્ષરે ગુજરાતી ભાષામાં લખવાનો યુવાનનો વિચાર છે.
ખેતીકામની સાથે સેવાકીય કાર્યો કરતો યુવાન
સર્વજીતસિંહ રીબડામાં જ ખેતી કામ કરે છે જેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે યુવાન ગોંડલના રામગર બાપુ સેવા ટ્રસ્ટમાં છેલ્લા 20 વર્ષથી બીમાર ગૌ માતાની સેવા, પગલો ને ભોજન અને બિનવારસુ મૃતદેહોના અગ્નિસંસ્કાર સહિતની સેવા આપે છે યુવાનના પિતા શત્રુગનસિંહ એસટીના નિવૃત ડ્રાઇવર છે.