- કેશોદમાં જન્માષ્ટમીના તહેવારને લઈને ભવ્ય શોભાયાત્રા યોજાઈ
- મંત્રી દેવાભાઈ માલમ સહિત ના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા
- રણછોડરાય મંદિરેથી યાત્રા પ્રસ્થાન થઇ હતી.
આજરોજ જન્માંસ્તામીના તહેવાર નિમિત્તે સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જામી છે. ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળી રહી છે. તેવામાં કેશોદમાં પણ રણછોડરાય મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અનેક ભાવિક ભક્તો જોડાયા હતા.
મળતી માહિતી પ્રમાણે આજરોજ કેશોદમાં આવેલા રણછોડરાય મંદિર ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મંત્રી દેવાભાઈ માલમ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા જાહેરમાર્ગે પરથી પસાર થતાં લોકોએ ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પુષ્પોનો વરસાદ કરી સમગ્ર નગરને કૃષ્ણમય બનાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શોભાયાત્રામાં ભાવિક ભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી તેમજ અખાડાના યુવકોએ તલવારબાજીના કરતબ બતાવ્યાં હતા. ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય આરતી સાથે શોભાયાત્રા પૂર્ણ થઇ હતી.