કાલોલ તા.ની મોકળ પ્રાથમિક શાળાના કેમ્પસમાં જગ્યાના અભાવની રજૂઆત

HomeGodharaકાલોલ તા.ની મોકળ પ્રાથમિક શાળાના કેમ્પસમાં જગ્યાના અભાવની રજૂઆત

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • બાળકોથી સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિ થઈ શકતી નથી
  • નવા ઓરડા વસાહત પાસે સરકારી પડતર જગ્યામાં બનાવવા માગ
  • વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિકને લગતી ઈતર પ્રવૃતિ થઈ

કાલોલ તાલુકાના મોકળ ગામના ગ્રામજનો દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હાલમાં અમારા ગામમાં આવેલી મોકળ પ્રાથમિક શાળાના કેમ્પસમાં જગ્યાનો ખુબજ અભાવ છે. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિકને લગતી ઈતર પ્રવૃતિ થઈ શકતી નથી. અને હાલમાં જ મોકળ શાળાના નવીન વર્ગખંડો મંજુર થયેલ છે. નવા ઓરડાનું બાંધકામ માનવ વસાહતને અડીને આવેલી સરકારી પડતર જગ્યામાં બનાવવામાં આવે તો વિશાળ માત્રામાં જગ્યા ઉપલબ્ધ થાય તેમ છે.અને શાળામાં ભણતા બાળકોનો સાર્વાગી વિકાસ થાય તેમ છે માટે સરકારી પડતર જમીનમાં શાળાના ઓરડાઓ બનાવવામાં આવે.

કાલોલ તાલુકાના મોકળ ગામના ગ્રામજનો દ્વારા વધુમાં જણાવ્યું કે આવનાર સમયમાં RTE-ECT 2009 અને નવી શિક્ષણનિતિ પ્રમાણે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈ સરકારી જમીનમાં સ્કૂલ બાંધવામાં આવે તો આવનારી પેઢીમાં બાળકો માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ શકે તેમ છે. અને બાળકોના શૈક્ષણિક અને ઈતર પ્રવૃતિ જેવી કે રમત-ગમતનુ મેદાન પાર્કિંગની વ્યવસ્થા બાગ-બગીચા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જમવા માટે બેસવાની જગ્યા કિચન, ગાર્ડન, યોગા તેમજ શાળામાં શૈક્ષણિક અન્ય પ્રવૃતિ માટે પુરેપુરી સગવડ મળી રહશે.અને બાળકોના સર્વાગિ વિકાસ માટે નવીન શાળાનું બાંધકામ માટે મોકળ ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સરકારી પડતર જમીન ફળવી આપવા મોકળના ગ્રામજનોની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. મોકળ ગ્રામ પંચાયતના અગાઉના સરપંચ અને હાલના સરપંચ તેમજ તલાટી ધ્વારા ઠરાવ કરવામાં આવેલ છે. તેમજ ગામના આગેવાનોએ ગામના બાળકોના હિતમાં માંગણી કરેલ છે. અને હાલમાં જે જગ્યા ઉપર શાળા આવેલ છે. તે જગ્યા ઘણી જ સાંકળી છે. જેથી આજ રોજ જિલ્લા કલેકટર આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon