કચ્છમાં રૂ. 937 કરોડના ખર્ચે બનાવાશે હાઇસ્પીડ કોરિડોર: માતાના મઢ, સફેદ રણ જતાં લોકોને મળશે સુવિધા | High speed corridor to be built on Bhuj to Nakhatrana road

HomeBHUJકચ્છમાં રૂ. 937 કરોડના ખર્ચે બનાવાશે હાઇસ્પીડ કોરિડોર: માતાના મઢ, સફેદ રણ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

પ્રતિકાત્મક તસવીર


Bhuj to Nakhatrana Road : કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધી 45 કિલોમીટરનો ફોર-લેન હાઇસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રૂ. 937 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે.

ભુજથી નખત્રાણા સુધીના રૂટમાં હાઇસ્પીડ કોરિડોર બનાવાશે

કચ્છમાં ભુજથી નખત્રાણા સુધીના રૂટમાં હાઇસ્પીડ કોરિડોર બનાવામાં આવશે. જેમાં હાલની સ્થિતિએ આ માર્ગ 10 મીટર પહોળાઈનો છે, જેને હવે ફોર-લેન કોરિડોર બનાવાના પ્રોજેક્ટ માટે રૂ. 937 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. આ હાઇસ્પીડ કોરિડોર તૈયાર થવાથી ભવિષ્યમાં લોકોને સુપ્રસિદ્ધ તીર્થસ્થળ માતાના મઢ, નારાયણ સરોવર, ધોરડો અને સફેદ રણ સુધી જવા-આવવા માટે સરળતા રહેશે.

આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલ 2024: વિવિધ કાર્યક્રમોની સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું આયોજન

આ ઉપરાંત, ભુજથી નખત્રાણા સુધીનો રૂટ આંતરરાષ્ટ્રીય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઇન્સને જોડતો સૌથી મહત્ત્વનો માર્ગ છે. તેમજ કચ્છ જિલ્લાને ગુજરાતના અન્ય જિલ્લાઓ સહિત કેટલાક રાજ્યના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે. ભુજથી નખત્રાણા સુધીના રૂટમાં હાઇસ્પીડ કોરિડોર બનવાથી લોકોને પરિવહનમાં સરળતા રહેવાની સાથે સમયસર પહોંચી શકાશે અને ઇંધણની પણ બચત થશે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon