એસ.ઓ.યુ.માં ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકોનું સ્વાગત કરાયું

HomeKevadiyaએસ.ઓ.યુ.માં ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકોનું સ્વાગત કરાયું

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • 300 મહેમાનોનો પ્રથમ પડાવ એકતાનગરનો પ્રવાસ કરશે
  • પ્રવાસીઓ જુદા જુદા ત્રણ ગ્રુપમાં આસપાસના પ્રોજેક્ટની મુલાકાત કરશે
  • શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સૌરાષ્ટ્ર તમિલ સંગમ* કાર્યક્રમના યાત્રિકોની સફર આજે વડોદરાથી એકતાનગર-કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. *કેવડિયા ખાતે પ્રથમ 300 યાત્રિકો ટેન્ટસિટી – 2 ખાતે વડોદરાથી બસ મારફ્તે આવી પહોંચ્યા હતા. તમિલનાડુના યાત્રિકોનો છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સોમનાથ, દ્વારકા ત્યારબાદ એકતાનગરના આવકારથી ભાવવિભોર બન્યા હતા. સરદાર સાહેબની 182 મીટર ઊંચી પ્રતિમા જોતાં જ *અરે વાહ …બ્યુટીફૂલ*ના શબ્દો તેમના મુખેથીસરી પડયા હતા. જંગલ પ્રકૃતિ, નર્મદા ડેમ, ટેન્ટન્સિટી, રોડ – રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતનો વિકાસ અને વિકાસ મોડેલને નિહાળીને ધન્યતા સાથે એકતા, ભાઈચારાના ભાવ સાથે આ ટુર મદુરાઈથી શરૂ કરીને યાદગાર બનાવી અવિસ્મરણીય- અકલ્પનીય અદભુત નજારો જોઈને મહેમાનોનો ખુશીનો પાર રહ્યો નથી. ગુજરાતના લોકો દ્વારા ઠેર ઠેર રેલવે સ્ટેશન અને યાત્રાધામ સ્થળોએ સ્વાગત સત્કાર કર્યો તેના વર્ણન માટે તેમની આ પ્રવાસીઓ પાસે શબ્દો રહ્યા નથી.

કાર્યક્રમના શુભારંભમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્ર – રાજ્ય સરકારના મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારોનો જે પ્રેમભાવ મળ્યો છે.

આ પ્રસંગે તમિલ સંગમ કાર્યક્રમના તામિલનાડુના કન્વીનર એ. આર. મહાલક્ષ્મી અને તમિલનાડુના પર્યાવરણ સ્ટેટ પ્રેસિડન્ટ ગોપીનાથે તમિલનાડુ સેલમ અને યુવાયાત્રીકો તેમજ હરેરામ નામના વિદ્યાર્થીએ કાર્યક્રમ સંદર્ભે સરાહનીય પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

એકતાનગર ખાતે પ્રવાસીઓ ટેન્ટસિટી ખાતેથી જુદા જુદા ત્રણ ગ્રુપમાં કુલ છ બસમાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે. જે પૈકી સૌથી પહેલાં એકતાના પ્રતિક એવા એકતા મોલ ખાતે પહોંચીને એક ભારત શ્રોષ્ઠ ભારતના પ્રતીક એકતા મોલમાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરશે. ત્યારબાદ ડેમ વ્યુ પોઇન્ટ, સ્ટેચ્યુ ઓફ્ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ-શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે.

છોટાઉદેપુર MP અને નાંદોદના MLA આદિવાસી નૃત્ય ઉપર નાચ્યાં

ગુજરાત ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ખાતે આજે 300 જેટલા મહેમાનોનું સ્વાગત સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય ડો દર્શના દેશમુખે આદિવાસી નૃત્ય કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ 300 જેટલા મહાનુભાવો આવ્યા હતા. જ્યાં તેઓનું સ્વાગત આદિવાસી નૃત્ય સાથે કરાયું હતું. ત્યારે આદિવાસી નૃત્ય કરવા માટે શરૂ થતાં બીજેપી સાંસદ ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ મનમૂકી નાચ્યાં હતા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon