- ફાર્માસીસ્ટ વગર ચાલતી મેડિકલ સ્ટોર વિરુદ્ધ કાર્યવાહી
- અગાઉ ગુજરાત ફાર્માસીસ્ટ એસોસિયન પ્રમુખે તપાસ માટે રજૂઆત કરેલી
- ફાર્માસીસ્ટ એસોસિયને ડ્રગ્સ કેચરીને તાળાબંઘી કરવાની ચીમકી આપી હતી
સાબરકાંઠા જિલ્લાના ઈડર સહિત શહેરોમાં ફાર્માસીસ્ટ વગર મેડિકલો ધમધમી રહી હોવાની વાત ગુજરાત મેડિકલ એસોસિયનના પ્રમુખ રજનીકાંત દ્વારા ડ્રગ્સ ઓફિસરને કરવામાં આવી હતી. એટલું જ નહિ એમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભ્રષ્ટ ડ્રગ ઇસ્પેક્ટરોની રહેમ નજર હેઠળ સાબરકાંઠામાં ફાર્માસીસ્ટ વગરની મેડિકલો ધમધમી રહી છે. આ સિવાય તેમણે જો ફાર્માસીસ્ટ વિના ચાલતી મેડિકલોના લાયસન્સ 7 દિવસમાં રદ નહિ કરવામાં આવે તો ડ્રગ્સ કચેરીને તાળા બધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આથી ઇડર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમના મદદનીશ કમિશ્નર નિશાંત વ્યાસ અને તેમની ટીમ દ્વારા 10 જેટલા મેડિકલ સ્ટોરની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અરહમ મેડિકલ, વીણા મેડિકલ, રાહી મેડિકલ, કર્મભૂમિ મેડિકલ, શ્રદ્ધા મેડિકલ વગેરે મેડીકલ સ્ટોર ફાર્મસીસ્ટ વગર ચાલતી પકડાઈ હતી. જયારે ઇડર સિવિલ હોસ્પિટલ સામે આવેલ દિન દયાલ પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોર કે જે સ્થળ રજીસ્ટ્રેશનનું હતું પરંતુ સ્ટોર કોઈ અન્ય જગ્યા એ ચાલુ હોવાનું બહર આવ્યું હતું. અ મેડિકલ સ્ટોરને નિયમોના ભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.