આજના તાજા સમાચાર – Today Latest News in Gujarati 23 December 2024 LIVE

HomeNational Newsઆજના તાજા સમાચાર - Today Latest News in Gujarati 23 December 2024...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 December 2024 LIVE, આજના તાજા સમાચાર: પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર કથિત રીતે હુમલો કરવાના આરોપી ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ નામના આરોપીઓ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ નામના પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધ ધરાવે છે.

પોલીસે તેમના કબજામાંથી બે એકે-47 રાઈફલ અને એક ગ્લોક પિસ્તોલ પણ જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ કાર્યવાહી કરી છે. ત્રણ આતંકવાદીઓના એન્કાઉન્ટરને બંને રાજ્યોની પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ એન્કાઉન્ટર જિલ્લાના પુરનપુર વિસ્તારમાં થયું હતું.

પોલીસ એક્શનમાં આવી ગઈ અને ગુપ્ત માહિતીના આધારે વિસ્તારને કોર્ડન કરી લીધો. તેમણે આતંકવાદીઓને ચેતવણી આપી અને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું પરંતુ તેઓ આ માટે તૈયાર ન હતા. આવી સ્થિતિમાં, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ, જેમાં ત્રણેય ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા.

પુણેમાં ફૂટપાથ પર ઉંઘતા 9 લોકોને ડેમ્પરે કચડ્યા

મહારાષ્ટ્રના પુણેમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. પુણેમાં વાઘોલી ચોક વિસ્તારમાં મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ફૂટપાથ ઉપર સુઈ રહેલા 9 લોકો ઉપર ડમ્પર ફરી વળ્યું હતું. ઘટનામાં બે બાળકો સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. માનવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર નશામાં ધુત હતો. તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો, બેંક અને આઈટી શેરમાં ઉછાળો

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 78041 સામે 400 પોઇન્ટથી વધુ ઉછાળે આજે સોમવારે 78488 ખુલ્યો હતો. બેંક અને આઈટી શેરમાં તેજીથી શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 700પોઇન્ટ ઉછળી 78743 થયો હતો. સેન્સેક્સના બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, આઈટીસી, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક 1 થી 2 ટકા સુધી વધ્યા હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23587 સામે સોમવારે 23738 ખુલ્યો હતો. એનએસઇ 200 પોઇન્ટની તેજીમાં 23800 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 500 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 375 પોઇન્ટ ઉછળ્યો છે.

નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર

અત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે નલિયામાં સતત કાતિલ ઠંડી પડી રહી છે. અત્યારે ગુજરાતમાં 12-13 ડિગ્રી જેટલું લઘત્તમ તાપમાન રહેલું છે ત્યારે રવિવારે 7.2 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 16.1 ડિગ્રી, કેશોદ 13.9 ડિગ્રી, રાજકોટ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon