રહેણાક વિસ્તારમાં સ્પાના નામે ચાલતા ગોરખધંધાથી મહિલાઓ હેરાન
સરકારી અમલદારો સામે આત્મવિલોપનની ચીમકી આપતા ં બાહ્ય વિસ્તારના રહેણાકોમાં ચાલતા સ્પા બંધ કરવા પોલીસની સૂચના
અમરેલી: શહેરમાં આવેલ બાયપાસ વિસ્તારમાં ધમધમી રહેલ સ્પા મસાજને લઈને સ્થાનિકોમાં વિરોધનો સુર સામે આવ્યો છે.અયોધ્યા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા સ્પા બંધ કરવાની ઉગ્ર માંગ સાથે મહિલાઓએ સ્પા મસાજના બોર્ડ બેનર સળગાવી નાંખ્યા હતા. તેમજ પોસ્ટરો સળગાવી ઉગ્ર વિરોધ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.જોકે પોલીસ વડા દ્વારા હાલ સ્પા બંધ કરવાની સૂચના આપતા મામલે થાળે પડયો હતો.
શહેરમાં આવેલ બાયપાસ રોડ,કેરીયા રોડ સહિતના રેસિડેન્ટ નજીક વિસ્તારમાં ચાલતા સ્પાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.છેલ્લા ૬ મહિનાથી સ્પાને બંધ કરાવવાની માંગ નગરપાલિકા સમક્ષ કરવામાં આવી છે.યોગ્ય નિર્ણય ન આવવાને કારણે લોકો ઉગ્ર બન્યા હતા અને મહિલાઓ,બાળકો સહિતના લોકો નગર પાલિકા ખાતે ધસી આવ્યા હતા. આત્મ હત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જે બાદ તંત્રમાં દોડધામ મચી હતી અને રોષે ભરાયેલ લોકોને શાંત પાડવા માટે ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારી ૩ દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
અગાઉ ભારે વિરોધ કર્યા બાદ આજે ફરી મહિલાઓ ઉગ્ર બની હતી અને સ્પા મસાજ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.સ્પા મસાજના બોર્ડ પોસ્ટર સળગાવી ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા અને મહિલાઓ ખુલ્લીને વિરોધ કરતી જોવા મળી હતી.તો સ્પા મસાજની કેટલીક દુકાનો પણ ખુલવા દીધી ન હતી.આ બાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માટે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.મહિલાઓએ સ્પા અડચણ રૂપ હોવાના આક્ષેપો કર્યા હતા સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ સુધી પોહચતા પ્રથમ ચેકીંગ માટે રેડો કરવામાં આવી હતી .પરંતુ ગેરકાયદેસર પ્રવૃતિઓ નહિ મળતા રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે સ્પા મસાજ હાલમાં બંધ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર એચ.કે.પટેલએ જણાવ્યું હતું કે,અયોધ્યા એપારમેન્ટના લોકોની રજૂઆતો હતી જ્યાં ગેરકાયદેસર ચાલતા સ્પા અંગેની રજૂઆતો હતી અગાવ અરજીઓ આવેલ હતી અત્યારે રૂબરૂ આવી રજૂઆતો કરતા ગુજરાત ટાઉન પ્લાનિંગની એકટની ૩૬ કલમ હેઠળ આવા જે કોઈ ગેરકાયદેસર પાકગમાં બનાવેલ બાંધકામ હોય તેને નોટિસ આપી છે ૩ દિવસમાં કોઈ કાર્યવાહી નહિ કરે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે સ્થાનિકોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે,અમે ૭૫ પરિવાર રહીએ છીએ.જ્યાં બહેન દિકરીયું પરિવાર સાથે રહે છે .જ્યાં આવા વ્યવસાય ચાલે છે જેનાથી ગંદી નજર પડતી હોય છે .જેથી અમારી સરકાર સ્પા બંધ કરો તેવી માંગ કરી હતી તેમજ અમારા મકાનો નજીક પર સ્પા ચાલે છે અમે સ્પા બંધ કરાવવા માટે કહી રહ્યા છે આ ઝૂંબેશ ૬ માસથી ચાલે છે.
આ મામલે એસપીએ જણાવ્યું હતું કે,અમરેલીના કેરીયા રોડ પર આવેલ અયોધ્યા સોસાયટીમાં ફેલ્ટની નીચે આવેલ દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તારમાં પરિવાર રહેતું હોય છે ત્યાં સ્પાની ખોટી પ્રવૃત્તિ ચાલે છે.અમે નગર પાલિકા દ્વારા સંકલન કર્યું છે અને સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે આ સ્પા રહેણાંક વિસ્તારમાં હોવાથી બંધ કરવાની સૂચના અપાઈ છે અને આવી કોઈ ગેર કાયદેસર પ્રવૃત્તિ ે જિલ્લા પોલીસ ચલાવી લેશે નહિ .