અંબાજી, સોમનાથ, દ્વારકામાં મુકાયું કાપડની થેલીનું ATM

HomeAmbajiઅંબાજી, સોમનાથ, દ્વારકામાં મુકાયું કાપડની થેલીનું ATM

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

વિશ્વ એઇડ્સ દિવસ 2024: 2019ની તુલનામાં 2023માં સારા પરિણામ, HIVનો પ્રસાર ઘટીને 0.19 ટકા થયો

ગાંધીનગર: વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS) અને નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) સાથે મળીને વિશાળ જાગૃતિ અભિયાનનું આયોજન...


અંબાજી: 5 રૂપિયાનો સિક્કો નાખો અથવા તો QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરો તો કાપડની થેલી નીકળે. અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર તથા ઇસ્કોન મંદિર પર 14 મશીન મુકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. ભાવિકો તરફથી આ પહેલ અંગે સારો પ્રદિસાદ મળી રહ્યો છે અને 60 દિવસમાં પાંચ હજારથી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિની અનોખી પહેલ બે મહિનામાં 9500થી વધુ બોટલનું રિસાઇક્લિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. આ સાથે સાત મુખ્ય એસ.ટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. આ પહેલને વધુ આગળ લઇ જવા માટે આગામી એક મહિનામાં અમુલ પાર્લરના 250 આઉટલેટ પર આ પ્રકારના મશીન મુકવામાં આવશે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon