વિસનગર તાલુકાના ભાન્ડુ નજીક શંકર વિલા હોટલ પાછળથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવ્યું હતું.આ અંગેનો કોલ 108ને મળતા ટીમ ત્યાં પહોંચી હતી.તો નવજાત શિશુને સીપીઆર આપી નવજીવન આપ્યું હતું.તો તેને તાત્કાલિક મહેસાણા સિવિલમા સારવાર અર્થે ખસેડાયું હતું.
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામ નજીક આવેલ શંકર હોટલ પાછળ નવજાત શિશુ પડયું હોવાનો કોલ 108ને મળતા ભાન્ડુ 108ના ઈએમટી આનંદ પ્રજાપતિ અને પાયલોટ સુરેશ રાવળ તુરંત જ 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.જ્યાં હોટલ પાછળ તાજું જન્મેલું અને ગર્ભનાળ સાથે જોડાયેલ બાળકને તપાસ કરતાં ધબકાર મળ્યા ન હતા.તેથી ટીમે 108 ના તબીબોની સલાહ લઈ બાળકને સીપીઆર આપતા ધબકારા શરૂ થયા હતા.તોબાળકને તુરંત જ 108 મારફ્ત મહેસાણા સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડયું હતું.જ્યાં હાલમાં નવજાત શિશુની તબિયત સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
[ad_1]
Source link

