VIDEO: ઉલકા કે એલિયન? કચ્છના આકાશમાં રાત્રે બનેલી રહસ્યમય ઘટનાથી લોકોમાં કુતૂહલ | Mysterious flashes midnight Kutch bhuj cctv video

0
3

Kutch News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અવકાશ સંબધિત અદ્ભુત અને અવનવી ઘટનાઓ બનતી જોવા મળે છે, ક્યારેક આકાશી ગોળા ખાબકે છે તો ક્યારેક આકાશમાં ચમકતી ટ્રેન જોવા મળે છે. ત્યારે હવે ગુજરાતના કચ્છમાં ગઈકાલે અડધી રાત્રે અજીબ ઘટના બની છે. જેમાં ભુચ તાલુકાના પૈયા વરનોરા ગામ નજીક રાત્રે અચાનક ચમકારો જોવા મળ્યો હતો. આ વિચિત્ર દ્રશ્ય જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને લોકો અચંબિત થઈ ગયા છે. સાથે લોકો મૂંઝવણમાં પણ મૂકાયા છે કે આ શું હતું? ઉલ્કા હતી કે એલિયન? જો કે, સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

રાત્રે 3 વાગ્યે આકાશમાં રહસ્યમય ચમકારો થયો

કચ્છ જિલ્લામાં ભુજથી લઈ ભચાઉ અને લખપત સુધીમાં વહેલી સવારે 3.12 વાગ્યે કેટલીક ક્ષણો માટે આકાશમાં અચાનક ચમકારો જોવા મળ્યો હતો. ચોમાસાની વીજળી ચમકે એવી રીતે જ થોડી સેકન્ડ માટે ચમકારો થયો હતો. સમગ્ર વિસ્તારમાં રાત્રે અચાનક દિવસ જેવું અજવાળું થઈ ચૂક્યું હતું. નજરે જોનારા લોકોએ આ અંગે જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુને કારણે ઘણા લોકો અગાસીમાં સૂતા હતા. આ દરમિયાન આકાશમાં કેટલીક ક્ષણો માટે અચાનક ચમકારો થયો હતો.  આ ઘટનાથી લોકોમાં ડરનો માહોલ પણ ફેલાયો હતો. સીસીટીવીના દ્રશ્યો જોતાં અંદાજ લગાવી શકાય છે કે ઉલ્કા પ્રમાણમાં થોડા મોટા કદની હશે. વર્ષો અગાઉ લખપત નજીક લુણા પાસે રચાયેલું મોટું સરોવર એ ઉલ્કાપાતનું જ પરિણામ છે. મોટા કદની ઉલ્કા ખાબકતાં જમીન પર મોટો ખાડો પડી ગયેલો.

આ પણ વાંચો: કચ્છમાં હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી, હાજી આમદ અને કાના બઢીયાના દબાણો પર બુલડોઝર ફેરવાયું

ઉલ્કાપાત કે એલિયન?

હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી ચૂક્યો છે. સ્થાનિકોને પોતાના સીસીટીવી ફૂટેજમાં આ ઘટના જોવા મળી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું આ ઉલ્કા હતી કે પછી એલિયન? જો કે, ખગોળશાસ્ત્ર મુજબ, પૃથ્વીના વાતાવરણમાં દરરોજ મોટી સંખ્યામાં ઉલ્કાઓ ખાબકતી હોય છે. વાતાવરણમાં પ્રવેશતા જ તે બળીને રાખ થઈ જતી હોય છે. ઘણી વખત વાતાવરણના સંપર્કમાં આવતાની સાથે જ ઘર્ષણના કારણે ઉલ્કા આગનો ગોળો (ફાયર બૉલ) બની જતી હોય છે, ત્યારબાદ તે નાનાં ટૂકડામાં વેરાઈ જતી હોય છે. આપણે જેને ખરતાં તારા કે અંગ્રેજીમાં શૂટિંગ સ્ટાર યા ફૉલન સ્ટાર કહીએ છીએ તે ઉલ્કાપાત જ છે. તેથી પ્રાથમિક અંદાજ અનુસાર, આ તેજસ્વી પ્રકાશપૂંજ એ કોઈ ઉલ્કા પડી હોઈ શકે છે. જો કે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

ઘણી વખત સ્પેસ ડેબ્રીસ પણ આ રીતે ખાબકે છે

વિશાળ સપાટ રણ, ઊંચી ઈમારતોના અવરોધ અને પ્રકાશના પ્રદૂષણથી મુક્ત કચ્છનું આકાશ ખગોળવિદ્દો માટે અભ્યાસ અને નિરીક્ષણ કરવાનું એક શ્રેષ્ઠ નૈસર્ગિક સ્થળ છે. આ અગાઉ પણ કચ્છમાં વખતોવખત ઉલ્કાપાતના દ્રશ્યોએ લોકોમાં રોમાંચ સર્જેલો છે. 31 જાન્યુઆરી 2022 અને 2 એપ્રિલ 2022ના રોજ ઉલ્કાપાતના આ જ પ્રકારના દ્રશ્યો કચ્છમાં બની ચૂક્યા હતાં. હજારો લોકોએ નિહાળ્યાં હતાં. નિષ્ણાતોના મતે ક્યારેક અંતરિક્ષમાં બેકાબૂ બનીને ઘૂમતો નકામા સેટેલાઈટ્સનો કાટમાળ (સ્પેસ ડેબ્રીસ) અથવા તૂટી પડેલું રૉકેટ પણ આ રીતે પડતું હોય છે.

આ પણ વાંચો: વડોદરા બાદ સુરતમાં હિટ એન્ડ રનઃ ડમ્પર ચાલક 12 વર્ષના બાળકને કચડીને ફરાર, પોલીસ તપાસ શરૂ

‘સ્કાય લેબ’ની ઘટનાએ દુનિયાને ચોંકાવી હતી

જુલાઈ 1979માં અમેરિકાનું પ્રથમ સ્પેસ સ્ટેશન ‘સ્કાય લેબ’ નાસાનો કંટ્રોલ ગૂમાવી બેકાબૂ બનીને પૃથ્વી પર તૂટી પડવાનું હતું. તે ઘટનાએ ભારત સહિત આખા વિશ્વમાં ભારે ઉચાટ અને ભય સર્જ્યાં હતાં. ‘સ્કાય લેબ’નો કાટમાળ ભારતમાં પણ ગમે ત્યાં ખાબકે અને તેનાથી નુકસાન થવાની ભીતિએ ભારત સરકારે પણ નાગરિકો માટે ચેતવણી જાહેર કરી હતી. જો કે, સ્કાયલેબ મહાસાગરમાં તૂટી પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિશ્વ આખાનો જીવ હેઠો બેઠો હતો.





Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

    null
    Record Video
    Upload Video
     
    Please enter your comment!
    Please enter your name here