સરભાણ અને તેલોદ મધ્યસત્ર ચુંટણી તેમજ બોડકા, મછાસરાની સામાન્ય ચૂંટણી અને ઇટોલા ગામે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાં.ઉમેદવારો સાથે મોટી સંખ્યામા ટેકેદારો ઉમટી પડયા હતાં.
પ્રથમ તબક્કામાં ઇટોલા ગામે સરપંચની મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં સરપંચ પદે ફરીદ મહમદ જાદવનો માત્ર 2 મતથી વિજય થયો હતો. જ્યારે નોટામાં 2 મત તેમજ 33 વોટ અમાન્ય નીકળ્યા હતાં. તેલોદ ગામના સરપંચ પદે શીતલબેન જયેશ ઠાકોરનો 335 મતોથી વિજય થયો હતો. જેમને તેમનાં ટેકેદારોએ ફુલહાર પહેરાવી વધાવી લીધાં હતાં. બોડકા ગામે સરપંચના ઉમેદવાર જ્યોત્સનાબેન રાઠોડ 76 મતોથી વિજેતા બન્યા હતાં. મછાસરા ગામે સરપંચના ઉમેદવાર જોહરબેન ઈબ્રાહિમ હસન પટેલ 536 મતથી વિજેતા બન્યા હતાં. મતગણતરી બહાર આતશબાજી કરી હતી. તેમનું ચુંટણી પ્રતિક લીલું મરચું હોઈ ટેકેદારોએ લીલાં મરચા તેમજ ફુલોના હાર પહેરાવી સન્માન કરી ડીજે સાથે વિજય સરઘસ કાઢયું હતું. સરભાણ ગામના સરપંચના ઉમેદવાર 1127 મતોથી વિજેતા બન્યા હતાં.
[ad_1]
Source link

