સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રીઢા આરોપીઓ પર ગાળીયો કસવા જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. અગાઉ પપ રીઢા આરોપીઓના ઘરે ગેરકાયદેસર વીજ કનેકશન દુર કરાયા બાદ વધુ 68 અસામાજિક તત્વોના ઘરે વીજ કંપનીને સાથે રાખી પોલીસે લંગરીયા દુર કરી વીજ ચોરી સબબ રૂપિયા 35 લાખથી વધુના દંડ ફટકાર્યા છે.
રાજયના પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર રાજયની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અસામાજિક પ્રવૃતીઓ આચરતા, કાયદો હાથમાં લેતા, પ્રજાને રંજાડતા અસામાજીક તત્વો સામે પોલીસ એકશન મોડમાં આવી છે. આવારા તત્વોની યાદી બનાવી તેઓને રાઉન્ડઅપ કરાઈ રહ્યા છે. જયારે અગાઉ 55થી વધુ આરોપીઓના ઘરે ગેરકાયદેસર વીજ કનેકશન દુર કર્યા બાદ બીજા દિવસે પણ આ કામગીરીનો ધમધમાટ ચાલ્યો હતો. જેમાં વીજ કંપનીની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા રીઢા આરોપીઓ અને તેમના ઘરને સર્ચ કરાયુ હતુ. જેમાં મોટાભાગે પોલીસની ધોંસથી રીઢા આરોપીઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફ આરોપીઓના કારનામાનો ભોગ તેમના પરિવારજનો બની રહ્યા છે. જેમાં વધુ 68 અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ કનેકશન હોવાનું સામે આવ્યુ હતુ. આથી વીજ કર્મીઓ દ્વારા આ કનેકશન દુર કરી રૂપિયા 35 લાખથી વધુના વીજ દંડ ફટકારવામાં આવ્યા છે.
ચૂડામાં બુટલેગરો અને વ્યાજખોરોના ઘરે ગેરકાયદેસર કનેકશન કટ કરાયાં
ચૂડા પીએસઆઈ એન.એ.ડાભી સહિતની ટીમે 100 કલાકની કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્વોના ઘરે વીજ કંપનીની ટીમોને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં ચુડામાં વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા પૃથ્વીરાજસીંહ રણજીતસીંહ ચૌહાણ, તાલુકાના વેજળકા ગામે બુટલેગર રામસીંગ કરશનભાઈ સીતાપરા અને પાંચા કરશનભાઈ સીતાપરાના ઘરે ગેરકાયદેસર વીજ કનેકશન કટ કરી રૂપિયા 90 હજારનો દંડ ફટકારાયો છે.
સુરેન્દ્રનગર શહેરમાં ત્રણ શખ્સોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરાયાં
સુરેન્દ્રનગર બી ડીવીઝન પીઆઈ ટી. બી. હીરાણી, બળદેવસીંહ પઢીયાર સહિતની ટીમ દ્વારા 100 કલાકની કાર્યવાહી દરમીયાન વીજ કંપનીની ટીમને સાથે રાખી ચેકીંગ કરાયુ હતુ. જેમાં શરીર સંબંધી ગુનાના આરોપીઓ વાલમ પાર્કમાં અશોક રમેશભાઈ કલોતરા, કુંભારપરાના રાહુલ ઉર્ફે જયપાલ ઉર્ફે ભરતભાઈ ગોવિંદભાઈ વિરમગામી અને વીરાજ અશોકભાઈ મુંધવાના ઘરે ગેરકાયદેસર કનેકશન કટ કરી રૂપિયા 1.45 લાખના વીજ દંડ ફટકાર્યા હતા.
[ad_1]
Source link

