દેશના જવાનો તથા નાગરિકો માટે રક્તની જરૂરિયાત ઉભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ તકે લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ નાગરિકોને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો.
હોસ્પિટલના સ્ટાફગણ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા
આ બ્લડ ડોનેશન કેમ્પમાં લીંબડી પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સમગ્ર સ્ટાફગણ, લીંબડી શહેર તથા તાલુકાના નાગરિકો, પોલીસ જવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી. દરેક રક્તદાતાઓને ‘ઓપરેશન બ્લડ સિંદુર સર્ટિફિકેટ’ આપવામાં આવ્યું હતું. આ તકે પદાધિકારીઓ, પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ભગીરથસિંહ રાણા સહિતના અગ્રણીઓ, હોસ્પિટલના સ્ટાફગણ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
[ad_1]
Source link