Surendranagarમાં સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહનાં ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

0
4

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ અન્વયે જિલ્લાનાં સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

વાહનો પણ પાર્કીંગ કરી શકાશે નહી

આ જાહેરનામાં અનુસાર, ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ, પ્રાસંગિક મીટીંગ યોજવા ઉપર મનાઈ ફરમવવામાં આવી છે. તેમજ આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પણ પાર્કીંગ કરી શકાશે નહી.

કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહી

ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહિ. જે રાજકીય પદાધિકારીઓને Z કક્ષાની કે રાજ્યનાં કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હોય તેમને વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે. પરંતુ આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલા અધિકારી/ નિરીક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય પરંતુ Z કક્ષાની સિક્યોરીટી ધરાવતા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહી.આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.આ જાહેરનામું તા. ૧૮/૦૨/૨૦૨૫ સુધીના સમય માટે અમલમાં રહેશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here