South Central Gujarat Heavy Rain; Madhuban Dam Gates Open, School Flooded | મેઘરાજાએ દક્ષિણ-મધ્ય ગુજરાતને ધમરોળ્યું: સાબરકાંઠા અને અરવલ્લીમાં 1 વાગ્યા સુધી રેડ એલર્ટ, ડભોઈના સીતપુર ગામની સ્કૂલમાં પાણી ઘૂસ્યા; મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા – Gujarat News

0
5

ગુજરાતમાં 15મી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ માત્ર 10 દિવસમાં મેઘરાજાએ રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમ

.

હવામાન વિભાગ દ્વારા આગામી 1 વાગ્યા સુધી રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યુ છે. એ સિવાય કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદમાં મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

14 કલાકમાં નોંધપાત્ર વરસાદ દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે, 24મીએ સવારે 6 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી 125 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે. દાહોદ અને તિલકવાડામાં 7.13 ઇંચ વરસાદ થયો છે. વલસાડના ધરમપુરમાં 6.57 ઇંચ, પંચમહાલના શહેરામાં 6.50 ઇંચ, અને વાપીમાં 6.06 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે, જેમ કે સાબરકાંઠાના મોડાસા (5.31 ઇંચ), મહીસાગરના વિરપુર (5.16 ઇંચ), વલસાડના પારડી (5.16 ઇંચ), અને તાપીના સોનગઢ (5.04 ઇંચ). આ વરસાદથી સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે હાલાકી પણ સર્જાઈ છે. નવસારીના ખેરગામ (5.00 ઇંચ), નર્મદાના ગરુડેશ્વર (4.92 ઇંચ), સુરતના બારડોલી (4.88 ઇંચ), અને તાપીના વ્યારા (4.88 ઇંચ) જેવા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે.

રાજ્યમાં સરેરાશ વરસાદ 21 ટકાથી વધુ વરસાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં બે ઇંચથી વધુ, 40 તાલુકામાં એક ઈંચથી વધુ, જ્યારે 96 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 31 જિલ્લાના કુલ 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે 24 જૂન 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 21 ટકાથી વધુ નોંધાયો છે.

ડભોઇમાં નર્મદા નદીમાં પાણીની આવક, શ્રદ્ધાળુઓમાં ખુશી ડભોઇના નર્મદા ગરુડેશ્વર વિયર ડેમના પાણી ચાંદોદ નજીક પહોંચ્યા છે, જેનાથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે. આ વર્ષે નર્મદા નદીમાં સીઝનની પહેલીવાર પાણી આવવાથી યાત્રાધામ ચાંદોદ અને કરનાળી નજીક નર્મદા નદીમાં નવા પાણીની આવક થઈ છે. નર્મદા અને ઓરસંગ નદીઓ ચાંદોદ પાસે ત્રિવેણી સંગમમાં મેળાપ કરે છે, જ્યાં શ્રદ્ધાળુઓ અને નાવિકો માટે આ પ્રસંગ વિશેષ મહત્વનો છે. નર્મદા નદીમાં પાણી વધતા, શ્રદ્ધાળુઓ અને નાવિકો વચ્ચે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ચાંદોદ નજીક મલ્હાર રાવ ઘાટના 108 પગથિયાંમાંથી 18 પગથિયાં પાણીમાં ડૂબી ગયા છે, જેનાથી આ સ્થળની સુંદરતા અને આકર્ષણમાં વધારો થયો છે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં પવિત્ર સ્નાન કરવા માટે ઉમટી રહ્યા છે, જેનાથી આ વિસ્તારમાં ધર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવનો માહોલ સર્જાયો છે.

ડભોઇ પંથકમાં વરસાદના કારણે હાલાકી: શાળામાં પાણી ભરાયા ડભોઇ પંથકમાં સતત વરસાદને પગલે સીતપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયું છે. વરસાદ વધુ રહેતા શાળામાં પાણીનો નિકાલ કરવામાં અસમર્થતા સર્જાઈ છે, જેના કારણે શાળાના બાળકોને રાજા આપી દેવાઈ હતી. શાળાના ઓરડામાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે, અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.

ડભોઇના ઓરસંગ નદીમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. ઓરસંગમાં પાણીનો વધારો થતા ડભોઇના આસોદરા અને નાગડોલ ગામનો સંપર્ક તૂટ્યો છે. આસોદરા ગામે ઓરસંગ નદીના પાણી મુખ્ય રોડ ઉપર ફરી વળતાં, વધુ બે ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ડભોઇ પંથકમાં વરસાદી માહોલ છે, જેના કારણે કુલ 4 ગામો આસોદરા, આશગોલ, અરણિય, અને નાગડોલ સંપર્ક વિહોણા થયા છે. ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા, આ ગામોને સીધી અસર થઈ છે, અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે. સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવા માટે સૂચિત કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરી શકાય.

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલા લીલાબા અંકુર રોડ પાસે સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી મારુતિ વાન ખાડામાં ખાબકી હતી. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલા લીલાબા અંકુર રોડ પાસે સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી મારુતિ વાન ખાડામાં ખાબકી હતી. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

નાંદોદના લાછરસ ગામે ભારે વરસાદને કારણે કાર પાણીમાં તણાઈ ગઈ હતી, જેનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું હતું.

નાંદોદના લાછરસ ગામે ભારે વરસાદને કારણે કાર પાણીમાં તણાઈ ગઈ હતી, જેનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું હતું.

અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ: સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં શહેરો: અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

છોટાઉદેપુરમાં બાઇક તણાઈ, વાપીમાં બજારોમાં જળબંબાકારની સ્થિતિ.

છોટાઉદેપુરમાં બાઇક તણાઈ, વાપીમાં બજારોમાં જળબંબાકારની સ્થિતિ.

સુરતમાં ધોધમાર વરસાદને કારણે પર્વત પાટિયા કાંગારું સર્કલથી મહારાણા પ્રતાપ ચોક થઈને ગોડાદરા તરફ જતો મુખ્ય માર્ગ અવરોધાયો.

સુરતમાં ધોધમાર વરસાદને કારણે પર્વત પાટિયા કાંગારું સર્કલથી મહારાણા પ્રતાપ ચોક થઈને ગોડાદરા તરફ જતો મુખ્ય માર્ગ અવરોધાયો.

આ 10 જળાશય હાઇ એલર્ટ પર અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સૂરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબૂરી, જામનગર જિલ્લાના વાઘડિયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશય સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયાં છે, જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશય 70થી 100 ટકા વચ્ચે ભરાતાં એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15 ટકા પાણી સંગ્રહાયેલું છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here