Rajkot : માંગણી પૂર્ણ થતા ગોંડલમાં યોજાનાર દલિત સમાજનું આંદોલન મોકૂફ

    0
    8

    રાજકોટના ગોંડલમાં દલિત સમાજનું મહાસંમેલન યોજાવાનું હતું. દરમિયાન આજે આ મહાસંમેલનને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દલિત સમાજની માંગણી પૂર્ણ થતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું. દલિત સમાજના આગેવાનો સાથે પોલીસે બેઠક યોજી હતી. જેના બાદ દલિત સમાજની માગણીઓને લઈને લેખિત બાંહેધરી આપતા આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

    એડવોકેટ દિનેશ પાતર મુદ્દે આંદોલન

    ગોંડલમાં દલિત સમાજ દ્વારા 18 તારીખના રોજ મહાસંમેલનનું એલાન કરવામાં આવ્યું હતું. દલિત સમાજના એડવોકેટ દિનેશ પાતર મુદ્દે આ આંદોલનનું એલાન કરાયું હતું. પરંતુ દલિત સમાજની માગણીઓ પૂર્ણ થતા આંદોલન મોકૂફ રખાયું. આ મામલે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં એડવોકેટ દલિત પાતરે આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે ગઈકાલે અમારા દલિત સમાજના આગેવાનો સાથે પોલીસે બેઠક યોજી હતી. આ બેઠકમાં અમને અમારી માગણીઓ મામલે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. 

    મને સમાજનો સહયોગ મળ્યો

    વધુમાં એડવોકેટ દિનેશભાઈ કહ્યું કે મને મારા સમાજ તરફથી જે સહયોગ મળ્યો તે બહુ મોટી વાત છે. મારી પર ખોટા કેસ કરવામાં આવતા ન્યાય મુદ્દે આ આંદોલન છેડાયું હતું. કેટલાક અધિકારીઓ દ્વારા ખોટા કેસ મારી પર દમન કરાયું હતું. આ અન્યાય બદલ અમારા સમાજ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો અને 18 તારીખે સંમેલનનો હુંકાર કરાયો હતો. તેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. સમાજના આ સહકારથી મને લાગ્યું કે હું એકલો નથી મારી પાછળ મારી સમાજના યુવાનો અને આગેવાનો છે. 

    દલિત સમાજનો આંદોલનનો હુંકાર 

    મારા પર કરવામાં આવેલ આ દમનને લઈને દલિત સમાજે આંદોલનનો હુંકાર ભરતા સરકાર બેકફૂટ પર આવી અને તેમના રેન્જ અધિકારીઓને આ મામલાનો ઉકેલ લાવવા સૂચન કરાયું. જેના બાદ એસપી સાહેબને સૂચન કરાયું દલિત સમાજના આગેવાનો સાથે બેઠક કરો અને તેમની રજૂઆત સાંભળો. ત્યારબાદ આજે જેતપુર મુકામે ડીવાયએસપી કચેરી ખાતે અમારા સમાજના આગેવાનો અને ગોંડલના ડીવાય એસપી તેમજ જેતપુરના ડીવાય એસ.પી વચ્ચે બેઠક થઈ હતી.

    માગણીઓ પૂર્ણ થતા આંદોલન મોકૂફ

    આ બેઠકમાં દલિત સમાજના આગેવાનો દ્વારા બે માગ મૂકવામાં આવી હતી કે વકીલ દિનેશભાઈ પાતર પર કરવામાં આવેલ ખોટા કેસ દૂર કરવામાં આવે અને જે અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી દિનેશભાઈને ખોટા કેસ કરી હેરાન કર્યા છે તે અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામા આવે. ગઈકાલની બેઠકમાં અમારા સમાજ દ્વારા કરવામાં આવેલ બંનેમાગમાં લેખતિ બાંહેધારી આપતા આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here