રાજકોટમાં લાંબા સમય બાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં દેવાયત ખવડના લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ડાયરામાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. ડાયરા દરમિયાન સ્ટેજ પર જરૂર કરતા વધુ લોકો ચડી જતાં સ્ટેજ તૂટી પડ્યું હતું. જેના પગલે અફરા-તફરી મચી ગઇ હતી. બનાવને પગલે ડાયરાને થોડો સમય માટે રોકી દેવામાં આવ્યો હતો.
મારામારીના એક કેસમાં કોર્ટ દ્વારા દેવાયત ખવડને રાજકોટમાં 6 મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા હતા. ત્યારે લાંબ સમય બાદ રાજકોટ શહેરમાં દેવાયત ખવડના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ ડાયરાનું આયોજન કરાયું હતું. લાંબા સમયે દેવાયત ખવડનો ડાયરો શહેરમાં યોજાતો હોય મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. જેના પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ડાયરા દરમિયાન દેવાયત ખવડ સહિતના કલાકારો પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. એ સમયે સેલ્ફી લેવા માટે જરૂર કરતા વધુ પ્રમાણ લોકો સ્ટેજ પર ચડી ગયા હતા. જેના પગલે સ્ટેજનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. સ્ટેજનો ભાગ તૂટી પડતાં ભાગદોડ મચી ગઇ હતી. અફરા-તફરી અને ભાગદોડ મચતા થોડો સમય માટે ડાયરો રોકી દેવાની ફરજ પડી હતી.