Rajkot આરોગ્ય વિભાગે વાસી પેપ્સીના 14900 પાઉચનો જથ્થો ઝડપી પાડયો

0
11

રાજકોટ આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં વાસી-લેબલ વગરનો પેપ્સી પાઉચનો જથ્થો ઝડપાયો છે, આરોગ્ય વિભાગે 14900 પાઉચનો જથ્થો ઝડપી પાડયો છે, અરમાન પેપ્સી, જતીપુરા ટ્રેડિંગમાં RMCએ દરોડા પાડયા હતા અને બંન્ને પેઢીમાંથી જથ્થાનો નાશ કરાયો અને વેપારીઓને નોટિસ ફટકારાઈ છે.

સ્પેશિયલ ડ્રાઈવમાં પાણીના 5 નમૂના લેવામાં આવ્યા

રાજકોટ આરોગ્ય વિભાગને ગરમીને લઈ અલગ-અલગ વેપારીઓના ત્યાં ફૂડને લઈ દરોડા પાડયા હતા, નાના બાળકો જે પેપ્સી પીતા હોય છે તેનો વાસી જથ્થો પણ ઝડપાઈ આવ્યો છે, તો નામ વગરના સેકરીનનો જથ્થો પણ મળી આવ્યો છે, આ સ્પેશિયલ ડ્રાઈવમાં પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગનું માનવું છે કે, આવી પેપ્સીનો ઉપયોગ કેન્સરનું કારણ પણ બની શકે છે અને નામ વગરના સેકરીનનો જથ્થો પણ મળી આવ્યો છે તેને પણ તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.

4 મેના રોજ પણ દરોડા પાડવામાં આવ્યા હતા

ઉનાળો શરૂ થતાની સાથે જ આરોગ્ય વિભાગને પ્રજાનાં આરોગ્યની ચિંતાનો ડર સતાવતો હોય છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં પાણીના જગના વિક્રેતાઓને ત્યાં અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ 49 વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, ગરમીના સમયે ફૂડ પોઈઝનિંગ થવાની વધારે અસર થતી હોય છે તેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here