રાજકોટમાં 1 વર્ષ પહેલા જ બનાવેલ રોડ બિસમાર હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો RCC રોડ બનાવવામાં આવેલ છે. આ રોડ બનાવ્યાને અંદાજે એક વર્ષ થયું હશે અને અનેક જગ્યાએ રોડમાં ખાડા જોવા મળ્યા. આ RCC રોડ RMB વિભાગ દ્વારા કરવામાં આવેલ છે છતાં પણ આ RCC રોડ તુટવા લાગ્યો છે. આર.સી.સી. રોડ બિસમાર બનતા સ્થાનિક વેપારીઓ અને આગેવાનોમાં રોષ જોવા મળ્યો.
સ્થાનિકોએ સમસ્યાની કરી રજૂઆત
ધોરાજીનાં અવેડા ચોકથી શાહજી હોલ સુધીમાં ઘણા વર્ષો સુધી રસ્તાઓ બિસ્માર હાલતમાં હતાં. જેના કારણે વાહન ચાલકો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવો પડતી હતી. ખરાબ રસ્તાના કારણે આ રોડ પર અકસ્માત પણ સર્જાયા હતા. અકસ્માતો જેવ ઘટનાઓ વધતા આસપાસના સ્થાનિકો દ્વારા રસ્તા સુધારવાને લઈને તંત્રને રજૂઆત કરવામાં આવી. આ બિસ્માર રસ્તાને લઈને વેપારીઓ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન આંદોલનો કરવામાં આવ્યા હતા. આખરે ત્રણ વર્ષની લડાઈ બાદ ધોરાજીનાં જેતપુર રોડ અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો RCC રોડ RMB વિભાગ દ્વારા નવો રોડ બનાવવા માં આવ્યો. અને આ RCC રોડ બનાવ્યાને ફક્ત એકાદ વર્ષ જ માંડ પસાર થયું છે ત્યાં આ RCC રોડમાં નાનાં ખાડા અને તિરાડ પડવા લાગી છે.
તંત્રનો અણઘડ વહીવટ
ધોરાજી જેતપુર રોડની કામગીરીમાં તંત્રના અણઘડ વહીવટ સામે આવ્યો છે. હજુ તો એક જ વર્ષ થયું છે ત્યાં રોડમાં ખાડા પડવા લાગ્યા છે. તો જેમ જેમ સમય વિતતો જાશે તેમ તેમ વધુ ખાડા અને તિરાડ પડશે. આ જોતાં આ RCC રોડ નું ભવિષ્ય ધૂંધળું દેખાય રહયુ છે અને લોકોના ટેક્ષના નાણાંથી બનાવેલ રોડ આટલો ઝડપી હાલત ખરાબ થઈ જાશે તેવું લાગી રહ્યું છે અને અને સ્થાનિક વેપારીઓ અને આગેવાનોની એક જ રજુઆત અને માંગણી છે કે આ RCC રોડ બનાવવામાં આવેલ છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે અને નવો RCC રોડ બનાવવાની દેવામાં આવે.
[ad_1]
Source link

