લુણાવાડા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સાંસદ રાજપસિંહ જાદવ અને જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થવા પર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલ, ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પંચમહાલ સાંસદ રાજપસિંહ જાદવ અને જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવા કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે સાંસદ રાજપસિંહ જાદવે જણાવ્યું હતું કે, આજથી બરાબર 50 વર્ષ પહેલાં, 1975 માં, ભારતના લોકશાહી ઇતિહાસનો એક કાળો અધ્યાય લખાયો હતો. આજના દિવસે, તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી, જેને આપણે ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે પણ યાદ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047 ના વિકસિત ભારતના વિઝન સાથે જોડાઈને આપણે બંધારણના મૂલ્યોનું જતન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, 1975ની કટોકટી માત્ર એક રાજકીય નિર્ણય નહોતો, પરંતુ તે ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો. રાજ્ય સરકાર દ્વારા કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પ્રદર્શીત કરાયું હતું. તેમજ કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનારના પરિવારનું સન્માન કરાયું હતું.
[ad_1]
Source link

