મહેસાણાના ખેરાલુમાં ભંગારના ગોડાઉનમાં આગની ભીષણ દુર્ઘટના બની. દેસાઈ વાડા નજીક ગોડાઉનમાં ભીષણ આગમાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા.ભંગારના ગોડાઉનમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. 4 ફાયર ફાયટર દ્વારા મહામહેનતે આગ પર કાબૂ મેળવાયો. જો કે આગ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ભંગારની દુકાનમાં લાગી આગ
ગઈકાલે મોડી રાતે દેસાઈ વાડામાં આવેલ ભંગારની દુકાનમાં આગની દુર્ઘટના બનવા પામી. આગ દુર્ઘટનાની તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી. ખેરાલુ નગરપાલિકાની ફાયર ફાઈટરની મદદ લેવાઇ. સાડા ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.ભંગારના ગોડાઉનમાં બહુ બધો ભંગારનો માલસામાન હતો જે બળીને ખાખ થયો. ભંગારનું ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલ હોવાથી ભીષણ આગને પગલે લોકોમાં ફફડાટ જોવા મળ્યો.
આવા ગોડાઉન ખાલી કરાશે
ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ ચીફ ઓફિસરે ભરત વ્યાસે નિવેદન આપતાં જણાવ્યું કે અન્ય જગ્યાએ આવા ગોડાઉન ખાલી કરાશે. વધુમાં ઓફિસરે જણાવ્યું કે ગોડાઉનમાં મોટાપાયે પ્લાસ્ટિક સહિતની સામગ્રી હોવાના કારણે સામાન્ય આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ખેરાલુ નગરપાલિકાના ફાયર ફાઈટર ઉપરાંત વિસનગર નગરપાલિકાના પણ ફાયર ફાઈટરની પણ મદદ લેવા કોલ કરાયો હતો. ભીષણ આગ દુર્ઘટનાની માહિતી મળતાં જ ખેરાલુ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી.
ફાયર ટીમોની મદદથી મહામહેનતે કાબૂમાં લેવાઈ
દેસાઈ વાડામાં આવેલ ભંગારના ગોડાઉનમાં રાતે અચાનક આગ લાગતા આજુબાજુના રહીશો પણ મોટીસંખ્યામાં જોવા ઉમટ્યા. ગોડાઉનમાંથી નીકળતા ધુમાડાના ગોટા જોઈ સ્થાનિકો આગના સ્થાન પર પંહોચ્યા. અને ગોડાઉનમાં લાગેલ આગને ઓલવવાના પ્રયાસ કર્યા. સ્થાનિક લોકોએ આગ લાગવાની શરૂઆત થઈ ત્યારે પાણીની ડોલ લઈ પાણીનો મારો ચલાવતા તેને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ફાઈર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી. ઉપરાંત વિસનગર, ઉંઝા, મહેસાણા અને સિધ્ધપુરથી ફાઈર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી. તમામ ટીમોના સહિયારા પ્રયાસના અંતે સાડા ચાર કલાક જેટલો સમય સુધી પાણી નો મારો ચલાવ્યો બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. ચિફ ઓફિસરે જણાવ્યું કે શહેરમાં અન્ય જગ્યાએ પણ આવા ભંગારના ગોડાઉન ખાલી કરાવવામાં આવશે.
લાખોનો માલસામાન ભસ્મ
દેવીપૂજક દિનેશભાઈના ભંગારના ગોડાઉનમાં આગ લાગી. ફાયર ટીમોની મદદથી સાડા ચાર કલાક બાદ આગ કાબુમાં આવી. ભીષણ આગ દુર્ઘટનામાં આશરે પાંચ લાખથી વધુ નો માલ સામાન બળીને ભસ્મ થયો.ભીષણ આગ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમની ઉપરાંત ચિફ ઓફિસર, મામલતદાર, પોલીસ સહિતના કર્મચારીઓ સહિત ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક આગેવાનો પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.