Kadi-Visavdar Bypoll 2025 : વિસાવદરમાં પેટાચૂંટણીમાં ભાજપ-આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ

0
7

વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપ-આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, વિછાવળ ગામે ભાજપ-આપના કાર્યકરો સામ સામે આવ્યા હતા પરંતુ પોલીસ હોવાથી પોલીસે મામલો થાળે પાડયો અને સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, AAP કાર્યકર્તાઓના ટેબલ હટાવતા થઈ માથાકૂટ.

જિલ્લા પંચાયત સભ્ય વિપુલ કાવાણી સામે આક્ષેપ

વિસાવદરમાં આપ-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, ટેબલ મૂકવાની બાબતે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, વિપુલ કાવાણીએ અપશબ્દો કહ્યાનો આક્ષેપ લગાવ્યો છે, તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળી હતી, આ સમગ્ર ઘટનામાં સામાન્ય બાબત ટેબલ 200 મીટર દૂર કરો એ બાબતે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે.

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે આણંદપુર ગામે પોતાનો મત આપ્યો છે, કિરીટ પટેલનું કહેવું છે કે, જનતા અમારા વિસ્તારમાં ઉત્સાહપૂર્વક મતદાન કરી રહી છે. અને આગામી સમયમાં પણ વિકાસના કામો કરવામાં આવશે, મતદારો યોગ્ય જવાબ આપશે અને સમય પણ બતાવશે કોણે કયાં બાજી મારી છે.

વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા નીતિન રાણપરીયાને કોંગ્રેસે ટિકીટ આપી છે, નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.

 

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here