કડી-વિસાવદર વિધાનસભાની બેઠક પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે, અને સવારના 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે, પ્રથમ બેલેટ પેપરથી મતગણતરી હાથ ધરવામાં આવશે, તો કડી અને વિધાનસભમાં મતદારોએ કોને સૌથી વધારે મત આપ્યા છે અને કોણ ધારાસભ્ય બનશે તે આજે ખબર પડી જશે.
સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે જેમાં પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરાશે અને 294 બુથ દીઠ 14 ટેબલ ઉપર કરશે કામગીરી, કુલ 21 રાઉન્ડમાં થશે મતગણતરી અને જયાં આગળ મતગણતરી હાથ ધરાશે તે જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
કડી બેઠક પેટાચૂંટણીનું આજે પરિણામ
કડીમાં પણ સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે અને મેવડ GTU-ITR ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે, પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરાશે અને 294 બુથ દીઠ 14 ટેબલ ઉપર કરશે કામગીરી બીજી તરફ કુલ 21 રાઉન્ડમાં થશે મતગણતરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને પોલીસ બંદોબસ્તની વચ્ચે આ મતગણતરી હાથ ધરવામાં આવશે.
19 જૂનના રોજ કડી-વિસાવદર બેઠકનું મતદાન યોજાયું હતુ
19 જૂનના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને સરળ બનાવવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચના આંકડા મુજબ, કડી વિધાનસભા બેઠક પર અંદાજે 57.90 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વિસાવદર બેઠક પર અંદાજે 54.89 ટકા મતદાન થયું હતું.
[ad_1]
Source link